ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના નવા માલજીપુરા ગામે યુવાનો માટે ફિઝિકલ તાલિમ વર્ગનું આયોજન કરવામાં આવ્યુ છે. આ અંગે મળતી વિગતો મુજબ માનવ વાસ્તવિક વિકાસ કેન્દ્ર રાજપારડી દ્રારા આગામી ડિસેમ્બર મહિનામાં યોજાનાર પોલીસ એલ.આર.ડી તેમજ પી.એસ.આઈ ની ભરતી માટેની જરુરી ફિઝિકલ તાલિમ ઝઘડીયા તાલુકાના નવા માલજીપુરા (કેનાલ) ખાતેના મેદાન પર વિના મૂલ્યે આપવાનું આયોજન કરવામાં આવ્યુ છે. ગત તા.૧૦ મી નવેમ્બરથી ચાલી રહેલ આ તાલિમ વર્ગમાં કુલ ૫૦ જેટલા લાભાર્થી યુવાનોને તાલિમ આપવામાં આવે છે. નિવૃત વન અધિકારી દલુભાઈ વસાવા, રાજપારડી હાઇસ્કુલના આચાર્ય મંગુભાઈ વસાવા, ઉર્મિલાબેન વસાવા, જસવંતભાઈ વસાવા (ફિઝિકલ ટ્રેનિંગ માસ્ટર),
મનસુખભાઈ વસાવા (ફિઝિકલ ટ્રેનિંગ માસ્ટર), નિવૃત પોલીસ અધિકારી વજુભાઈ વસાવા તેમજ કરાટે માસ્ટર નરેશભાઈ વસાવાના સહયોગ અને માર્ગદર્શન હેઠળ આ તાલિમ વર્ગનું આયોજન કરવામાં આવ્યુ છે. તાલિમ વર્ગ રોજ સવારે સાડા છ વાગ્યે શરૂ થાય છે. આ અંગે રસ ધરાવનાર વિદ્યાર્થીઓને આનો લાભ લેવા જણાવાયુ છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
ઝઘડીયા : માનવ વાસ્તવિક કેન્દ્ર રાજપારડી દ્વારા નવા માલજીપુરા ગામે યુવાનો માટે તાલિમવર્ગનું આયોજન કરાયું.
Advertisement