Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયાના ઉમલ્લા ખાતે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાયું.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જનતાને વિવિધ કામો માટે જિલ્લા-તાલુકા મથકો સુધી દોડવુ ના પડે તેમજ લોકોના સમય તથા પૈસાનો વ્યય ન થાય તે માટે રાજય સરકાર દ્વારા વિવિધ સ્થળોએ સેવાસેતુ યોજાતા હોય છે. ઉમલ્લા ખાતે પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ સેવાસેતુમાં ૫૬ જેટલી વિવિધ વિભાગોને લગતી સેવાઓ લોકોને એક જ સ્થળે ઉપલબ્ધ બનાવવામાં આવી હતી. રાજય સરકાર છેવાડા ગામોના લોકો સુધી લાભ પહોંચાડવા કટિબધ્ધ હોવાનું જણાવવામા આવ્યુ હતુ. મામલતદાર સહતિ તાલુકાના તેમજ સ્થાનિક અધિકારીઓ કર્મચારીઓ અને અગ્રણીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સેવા સેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યા માં લાભાર્થીઓએ લાભ લીધો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

સુરત : દીકરાએ પિતાનો 61 મો જન્મદિવસ યાદગાર બનાવ્યો : ભેટમાં આપી ચંદ્ર પર એક એકર જમીન.

ProudOfGujarat

ભરૂચ : વાલિયા પોલિટેકનિક કોલેજ ખાતે કૃષિ કાયદાને લગતો પરિસંવાદ યોજાયો.

ProudOfGujarat

રાજકોટમાં વેપારી પાસેથી મળી 500 ની 31 નકલી નોટ, બેન્ક મેનેજરે નોંધાવી પોલીસ ફરિયાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!