Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડિયાના ઉમલ્લા ગામથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વિદેશી દારૂ ઝડપી પાડયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામેથી સ્ટેટ મોનીટરીંગ ટીમે ભારતીય બનાવટનો વિદેશી દારુ ઝડપીને એક ઇસમને ઝડપી લીધો હતો. આ અંગે મળતી વિગતો મુજબ સ્ટેટ મોનીટરીંગ ટીમને ઝગડીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દારૂ જુગારના ધધાં ચાલતા હોવાની બાતમી મળી હતી, જેના પગલે ઝઘડીયા તાલુકામાં સ્ટેટ મોનીટરીંગની ટીમે વિવિધ સ્થળોએ રેઇડ કરીને સઘન કામગીરી આરંભી હતી. તાલુકાના ઉમલ્લા ગામે સ્ટેટ મોનીટરીંગ ટીમે મળેલ બાતમી મુજબ છાપો માર્યો હતો. પોલીસે બાતમી મુજબ ઉમલ્લા ગામના જગદીશ મનસુખ વસાવાના ઘરે છાપો મારતા રૂ. ૨૮૧૧૦ ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. મોનીટરીંગ ટીમે મુદ્દામાલ સાથે જગદીશ મનસુખ વસાવાને ઝડપી લીધો હતો, જ્યારે અન્ય બે આરોપી દિનેશ વસાવા રહે.ગામ ચિત્રોલ અને સંદીપ સંજય વસાવા રહે.ગામ સંજાલીનાને વોન્ટેડ જાહેર કરીને આ બાબતે ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામનાં મૂળ વતની અને હાલ અમેરિકામાં વસવાટ કરતા વતનપ્રેમી પરિવારે વાંકલ સહિત ચાર ગામના જરૂરિયાતમંદ લોકોને અનાજકીટનું વિતરણ કરાવી માનવતા મહેકાવી હતી.

ProudOfGujarat

નેત્રંગ ગાંધી બજાર ખાતે આવેલ અમરેશ્વર મહાદેવ મંદિર ખાતે પતિના દીર્ઘાયુષ માટે સૌભાગ્યવતી બહેનોએ વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરી.

ProudOfGujarat

માંગરોળ : કોસાડી ગામનાં ગૌમાંસ ગુનાનો વોન્ટેડ આરોપીની પોલીસે અટકાયત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!