Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાની એક સગીરાને લગ્નની લાલચ આપી એક યુવક ભગાડી ગયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના એક ગામે રહેતા એક પરિવારની એક સગીર યુવતીને ગત તા. 6 ના રોજ કુંવરપુરા ગામનો નરેશ ગણપત વસાવા નામનો યુવક પટાવી ફોસલાવી લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. સગીરાના પરિવારજનોને સગીર પુત્રીને આ યુવક ભગાડી ગયો હોવાની જાણ થતા સગીરાના પરિવારજનો આ યુવક નરેશના ઘરે ગયા હતા ત્યારે તેનુ ઘર બંધ હતું, અને જાણવા મળ્યું હતું કે નરેશનું પરિવાર માંગરોલ તાલુકાના નરોલી ખાતે ઈટના ભઠ્ઠા પર મજૂરી કરવા ગયુ છે. સગીરાના પિતા તેજ દિવસે ઈંટોના ભઠ્ઠા પર તેની સગીર પુત્રીને પરત લેવા માટે ગયા હતા. ઈટોના ભઠ્ઠા પર સગીરાને ભગાડી જનાર નરેશના પિતા ગણપતભાઇ તથા તેનો મોટો ભાઈ તેમને મળ્યા હતા. સગીરાના પિતાએ તેમની સગીર પુત્રી પરત સોંપી દેવાની માંગણી કરી હતી, જેથી નરેશના પિતા ગણપતભાઇ તથા તેના ભાઇએ ઉશ્કેરાઈ જઇને સગીરાના પિતાને મા બેન સમાણી ગાળો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી સગીરાના પિતાએ નરેશ ગણપત વસાવા, ગણેશ ગણપત વસાવા તેમજ ગણપત વસાવા ત્રણે રહે. કુંવરપુરા તા. ઝઘડિયા વિરુદ્ધ ફરિયાદ લખાવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

રાજપીપળા : સાગબારા રેંજ ફોરેસ્ટ ઓફિસના કોમ્યુટર ઓપરેટર વિરૂદ્ધમાં ખોટા આક્ષેપોવાળી અરજી કરી ફરીયાદીની બદલી કરાવી નાંખવાની ધમકી આપતા ફરિયાદ.

ProudOfGujarat

અમદાવાદ : સરખેજમાં મહિલા પર 3 રાઉન્ડ ફાયરીંગની ઘટનાથી ચકચાર, મહિલાને હોસ્પિટલમાં ખસેડાઈ.

ProudOfGujarat

ગોધરા: મોરવા હડફ તાલુકાની દાંતિયાવર્ગ પ્રાથમિકશાળાના બાળ વિજ્ઞાનીઓએ બનાવી “ડીઝીટલ ડસ્ટબીન”

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!