ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે આડેધડ વાહનો પાર્ક કરતા વાહન માલિકો બાબતે પોલીસે લાલ આંખ કરતા આવા વાહન માલિકોમાં ફફડાટ ફેલાયો હતો. ઝઘડીયા પીઆઇ વસાવાના જણાવ્યા મુજબ ઝઘડીયા પોલીસે આજરોજ જીઆઇડીસી વિસ્તારમાં લોક કર્યા વિના મુકેલ ૧૫ જેટલી બાઇકો પોલીસે કબજે લીધી હતી. આ વાહન માલિકો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પોલીસે જણાવ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે ઝઘડીયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં બાઇક ચોરીની ઘટનાઓ બનતી અટકાવવાના પગલા રુપે પોલીસે આ કાર્યવાહી કરી હતી. લોક કર્યા વિના મુકેલ બાઇકની ઉઠાંતરી કરવામાં વાહન ચોરોને સરળતા રહેતી હોય છે, ત્યારે વાહન માલિકો પણ પોતાના વાહનો સુરક્ષિત જગ્યાએ લોક કરીને મુકે તેમ પોલીસ દ્વારા જણાવાયુ હતુ.
Advertisement
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ