Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયા જીઆઇડીસીની કંપનીમાં કામદારને મશીનરી વાગતા ઈજા.

Share

અંકલેશ્વરના વાલિયા રોડ પર આવેલ પટેલ પાર્ક સોસાયટીમાં રહેતા તાનાજી રામચંદ્ર કસુડે ઉ.વ.૪૬ ઝઘડિયા જીઆઈડીસીની લ્યુસિડ કોલોઇડ લિમિટેડ નામની કંપનીમાં કામ કરે છે. ગતરોજ આ ઇસમ કંપનીમાં ફરજ પર હતો ત્યારે કામ કરતી વખતે કોઈ અગમ્ય કારણોસર લોખંડના મશીનનો ભાગ માથાના ભાગે વાગતા તે ગંભીર રીતે ઘવાયો હતો. ઇજાગ્રસ્ત તાનાજી કસુડે ને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયો હતો. હાલમાં આ કામદાર સારવાર હેઠળ છે.

વધુમાં મળતી વિગતો મુજબ એક મહિના અગાઉ તા.૧૧- ૧૦ -૨૧ ના રોજ અંકલેશ્વરના વાલિયા રોડ પરની સિધ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતા ૫૩ વર્ષીય મનોજકુમાર પટેલ નામના કામદારને પણ ઝઘડીયા જીઆઇડીસીની લ્યુસિડ ક્લોઇડ લિમિટેડ કંપનીમાં કામ કરતી વખતે તેમનો ડાબો હાથ મશીનમાં આવી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઔધોગિક વસાહતોમાં કામ કરતા કામદારોને ઇજાઓ થવાની ઘટનાઓ બનત‍ા કામદારોની સલામતી બાબતે સવાલો ઉઠવા પામ્યા છે. ક‍ામદારોની સલામતી બાબતે બધુ અસરકારક નિયમોની આવશ્યકતા જણાઇ રહી છે. કંપનીઓમાં કામ કરતા કામદારો ઇજાગ્રસ્ત થવાની ઘટનાઓ કોઇવાર જીવલેણ બનશે ત્યારે એને માટે કોણ જવાબદાર ગણાશે એવા સવાલો ઉઠવા પામ્યા છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ


Share

Related posts

મિરે એસેટે, મિરે એસેટ નિફ્ટી બેંક ઈટીએફ લોન્ચ કર્યું

ProudOfGujarat

બૌડા દ્વારા નંદેલાવ રોડ પર આવેલ ૨ કોમ્પ્લેક્સ સીલ કરાયા.હજી પણ બૌડાના કાયદાની વીજળી ત્રાટકે તેવી સંભાવનાના પગલે ફફડાટ…

ProudOfGujarat

ભરૂચ : ભાડભૂત બેરેજ યોજનામાં એપ્રોચ રોડ માટે એકસાલ અને કાસવા ગામનાં ખેડૂતોને જમીન સંપાદનમાં સરખું વળતર ચૂકવવા કલેકટરને રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!