ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામની સીમના ટેકરા વગામાં આવેલ એક ખેતરમાંથી એક અજગર પકડાયો હતો. મળતી વિગતો મુજબ આજરોજ સારસા ગામના દિનેશ કપ્તાન તેમજ કિરણ કપ્તાન નામના બે યુવાનો ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમણે ખેતરમાં એક અજગર નજરે પડ્યો હતો.
આ યુવાનોએ નજીકના ખેતરમાં હાજર ખેડૂત અને સામાજિક કાર્યકર હિરલ પટેલને ફોન કરી જાણ કરતા હિરલ પટેલે ત્યાં આવીને આ યુવાનોની મદદથી અંદાજે છ ફુટ જેટલા લાંબા અજગરને રેસ્ક્યુ કરીને પકડી લીધો હતો. આ ખેડૂતોના જણાવ્યા મુજબ તેઓએ આ અજગરને વનવિભાગને સોંપ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પંથકમાં અજગર જેવા સરિસૃપ વર્ગના પ્રાણીઓ ઘણીવાર નજરે પડતા હોય છે. વનવિભાગના મહેશભાઇના જણાવ્યા મુજબ આ અજગરને ખોરાક પાણી મળી રહે તેવા સલામત સ્થળે છોડી દેવામાં આવશે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ
Advertisement