Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝધડીયાનાં વાસણા ગામે વીજ કંપનીનાં ચેકિંગને લઇને ગામ લોકો રોષે ભરાયા.

Share

ઝધડીયાનાં વાસણા ગામ ખાતે સવારે વીજ કંપનીની ટીમ વીજ ચોરી અંગે ચેકિંગ કરવા જતાં ગામ લોકોએ વીજ કંપનીનાં કર્મચારીઓ સામે રોષે ભરાયાં હતા અને તેમની સાથે ધર્ષણ થયું હોવાનું જાણવા મળ્યું છે. ઝધડીયામાં હાલ તો ગામે ગામ વીજ ચોરીને ઝડપી લેવા દ.ગુ.વીજ કંપની દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવે છે. તેના પગલે આજે વાસણા સહિતનાં ગામોમાં સવારે વીજ કંપનીનાં કર્મચારીઓ ગયા હતા અને વીજ કનેકશન ચેકિંગ કરવાનું શરૂ થતાં જ ગામ લોકોને જાણ થતાં ગામ લોકો એકત્ર થઈ ગયા હતા. લોકટોળા ઉમટી પડતાં વીજ કંપનીની ટીમો ધેરાઈ હતી. ગામલોકો અને વીજ કંપનીનાં કર્મચારીઓ વચ્ચે તુતુ-મેમે અને ધર્ષણ થયું છે જેને પગલે હાલ તો આ મામલે વધુ વિગતો બહાર આવી નથી. પરંતુ વીજ કંપનીનાં કર્મચારીઓ સાથે ધર્ષણ થયું હોવાની જ માહિતી છે.

Advertisement

Share

Related posts

માંગરોળ : ઝંખવાવમાં પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવાના હસ્તે 102 ગ્રામ પંચાયતોને વિકાસ કામો માટેના ₹ 21 કરોડના મંજૂરી પત્રો એનાયત કરાયા.

ProudOfGujarat

વાગરા ખાતે આવેલ શૌર્ય યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

ProudOfGujarat

વડોદરામાં ઘરકામ કરતી મહિલા 7 લાખના દાગીના ચોરી કરી ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!