Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા તાલુકાનાં કુંવરપરા ગામની સીમમાં જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુંવરપરા ગામની સીમમાં જુગાર રમતા પાંચ ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા.

આ અંગે ઝઘડીયા પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે કુંવરપરા ગામની સીમમાં કેટલાક ઇસમો જુગાર રમે છે. પોલીસે બાતમી મુજબની જગ્યાએ છાપો મારતા ત્યાં કેટલાક ઇસમો ગોળ કુંડાળુ વળીને જુગાર રમતા જણાયા હતા. પોલીસે ઘટના સ્થળેથી અરસદ મહેમુદ પટેલ રહે.મારુતિ નગર ભરુચ, હશનભાઇ નિઝામુદ્દિન રંગસાજ રહે.આમલેથા જિ.નર્મદા, જયેન્દ્રસિંહ હરેન્દ્રસિંહ મહારાઉલ રહે.લાલ ટાવર રાજપિપલા, સુહેલ આદમ પટેલ રહે.લિમડા ફળિયું સરનાર જિ.ભરુચ અને કયુમ મહેબુબભાઇ શેખ રહે.ખાટકીવાડ રાજપિપલાનાને જુગાર રમતા ઝડપી લીધા હતા. પોલીસે આ જુગારીઆઓ પાસેથી રોકડા રૂ.૨૨,૫૦૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો. કોરોના સંક્રમણ ફેલાય એ રીતે સોસિયલ ડિસ્ટન્સનો અભાવ રાખીને ટોળુ વળી જુગાર રમતા ઝડપાયેલા આ ઇસમો સામે પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ


Share

Related posts

ભરૂચ પંથકમાં દિવસના ઉકળાટ બાદ આખરે વરસાદ ની વીજ કડાકા સાથે ધમાકેદાર એન્ટ્રી

ProudOfGujarat

અંકલેશ્વરનાં સહયોગ હોટલ નજીક ટ્રક અને ટેન્કર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત અન્ય એક ઘાયલ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચ ના ભોલાવ એસ ટી વિભાગ ખાતે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ ને સાથે રાખી કોંગ્રેસ યુવા પાંખ ના અગ્રણીઓ એ વિવિધ સમસ્યાઓ અને મુદ્દાઓ સાથે રજૂઆત કરી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!