Proud of Gujarat
GujaratFeaturedINDIA

સો દિવસમાં સો ટકા કામ અંતર્ગત ભરૂચના આદિજાતિ મદદનીશ કમિશનર રાજપારડીની મુલાકાતે.

Share

ભરરૂચ જિલ્લા આદિજાતિ વિકાસ મદદનીશ કમિશનરે તારીખ ૨૭ મીના રોજ ઝઘડીયા તાલુકાની મુલાકાત લીધી હતી. સરકારની કલ્યાણકારી યોજનાઓનું સો દિવસમાં સો ટકા કામ અંતર્ગત અધિકારી દ્વારા ઝઘડીયા ત‍લુકાની મુલાકાત દરમિયાન રાજપારડી સહિત પંથકના અન્ય ગામોની મુલાકાત લેવામાં આવી હતી.

રાજપારડી, સારસા, ક‍ાકલપોર, સુથારપુરા, સરસાડ, પિપદરા, કદવાલી, બલેશ્વર, જેસપોર, ચોકી, માલીપીપર, ભીમપોર, સાંકરીયા સહિતના ગામોની મુલાકાત દરમિયાન તાલુક‍ા પંચાયતની રાજપારડી બેઠકના સદસ્ય રતિલાલ રોહિત, મદદનીશ કમિશનર, આદિજાતિ વિકાસ વિભાગ, ભરૂચ પિયુષ સકસેનાની સાથે રહ્યા હતા. આદિવાસી વિસ્તારોમાં આવાસ યોજના, માનવ ગરીમા યોજના, કુવરબાઈનુ મામેરુ યોજના, ફ્રી શીપ કાર્ડ યોજના, અતિ ગંભીર બીમારી સહાય યોજનાની જાણકારી અને ફોર્મ લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા. વિવિધ ગામોની મુલાકાત દરમિયાન ગામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. રાજપારડી સહિત અન્ય ગામોએ આદિજાતિ લાભાર્થીઓની ઘરે-ઘરે મુલાકાત લેવામાં આવી હતી અને ફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

માંગરોળ-મોસાલીનાં બજારો આજથી નવથી સાડા બાર વાગ્યા સુધી ખુલ્લા રહેશે.            

ProudOfGujarat

અંકલેશ્વરનાં દઢાલ ગામે જુગાર રમતાં પાંચ ઇસમોને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

ઉમરપાડાના નસારપુર ગામથી ઇકો કારની ચોરી કરેલ ત્રણ ઇસમો નાસિકમાંથી ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!