Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના ખરચી નજીકનાં ફાર્મ હાઉસમાંથી ઇન્વેટર અને બેટરીની ચોરી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ખરચી નજીક મેઇન રોડ પાસે આવેલ એક બંધ ફાર્મ હાઉસનો દરવાજો તોડીને કોઇ અજાણ્યા ચોર રૂ.૧૪૦૦૦ ની કિંમતના ઇન્વેટર અને બેટરીની ચોરી કરી ગયા હતા.

ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ અંકલેશ્વર ખાતે રહેતા અનિતભાઇ રતિલાલ શાહની માલિકીનું સુર્યોદય સાગર વિહારધા નામનુ ફાર્મ હાઉસ ઝઘડીયા તાલુકાના ખરચીથી અંકલેશ્વર જતા રોડ નજીક આવેલુ છે. આ ફાર્મ હાઉસ મોટાભાગે બંધ રહે છે અને એક બે મહિનામાં એકાદવાર જૈન સાધુઓ રોકાય ત્યારે ખોલવામાં આવે છે. ફાર્મ હાઉસની દેખરેખનુ કામ ખરચીના મોહનભાઇ નાનજીભાઇ મકવાણાને સોંપેલુ છે. ગતરોજ મોહનભાઇ સાંજના સમયે ફાર્મ હાઉસ પર ગયા ત્યારે કમ્પાઉન્ડની ઇંટો કાઢી નાંખેલ જણાતા તેમણે તપાસ કરીતો ફાર્મ હાઉસના લોખંડની ગ્રીલવાળા દરવાજાનુ લોક તુટેલુ જણાયુ હતુ. મકાનમાં જોતા લાઇટની વ્યવસ્થા માટે રાખેલ રૂ.૧૪૦૦૦ ની કિંમતના ઇન્વેટર અને બેટરી ચોર‍ાયા હોવાની જાણ થઇ હતી. તેમણે ફાર્મ હાઉસના માલિકને આ બાબતે જાણ કરી હતી. ચોરીની આ ઘટના અંગે મોહનભાઇએ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

શહેરા સેવા સદનની ઇમારતનુ કામકાજ પુર્ણતાના આરે…..

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં વાહન ચોરોના વધતા આતંકથી વાહન માલિકો ચિંતિત.

ProudOfGujarat

વડોદરા ખાતે ધ લિટલ જાયન્ટ ઇન્ટર સ્કૂલ ખાતે કબડ્ડી અને ખોખો ટુર્નામેન્ટ યોજાઈ

ProudOfGujarat
error: Content is protected !!