Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકામાં નેશનલ હાઇવે પર ટેમ્પો ટ્રકમાં ઘુસી જતા ટેમ્પો ચાલકનું મોત.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર એક ટેમ્પો આગળ જતી ટ્રકમાં ઘુસી જતા ટેમ્પો ચાલકનુ મોત થયુ હતુ.

ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ મુળ યુપીના રહીશ અને હાલ સુરત ખાતે રહેતા અશોકકુમાર રામભરોસે પાઠક પોતાના ટેમ્પામાં માલ ભરીને યુપીના સતના તરફ જઇ રહ્યા હતા ત્યારે નેશનલ હાઇવે પર માંડવા પાટિયાં પાસે તેમનો ટેમ્પો આગળ જતી ટ્રકની પાછળ ઘુસી ગયો હતો. ટેમ્પોનો આગળનો ભાગ દબાઇ ગયો હતો. આ અકસ્માતમાં ટેમ્પો ચાલક અશોકકુમાર ટેમ્પોની કેબિનમાં ફસાઇ ગયો હતો. શરીર પર વિવિધ રીતે ઇજાગ્રસ્ત થયેલ ટેમ્પો ચાલકનુ સ્થળ પરજ કરુણ મોત નીપજ્યુ હતુ. આ અંગે રીટાબેન અશોકકુમાર પાઠક હાલ રહે.સુરતનાએ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

વડોદરા : નાથ સંપ્રદાયના સેક્રેટરી દ્વારા શિવજી વિશે અભદ્ર ટિપ્પણી કરતા પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત.

ProudOfGujarat

ભરૂચ : પાર્ક કરેલ વાહનોમાંથી બેટરી ઉઠાંતરી કરતા ત્રણ ઈસમોની પોલીસે કરી ધરપકડ, હજારોનો મુદ્દામાલ જપ્ત.

ProudOfGujarat

ભરૂચ ના વ્હોર વાડ વિસ્તારમાં ત્રણ માળ ની ઇમારત ધરસાય થતા દોડધામ મચી હતી ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!