Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના તલોદરા ગામે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ વિદ્યાર્થીઓ માટે ટોયલેટ બ્લોક બનાવાયા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તલોદરા ગામે ઝઘડિયાની યુપીએલ-૫ કંપની દ્વારા તાલુકાના તલોદરા ગામે સરકારી પ્રાથમિક શાળા ખાતે ભારત સ્વચ્છતા અભિયાન અંતર્ગત સારી ગુણવત્તા અને પર્યાવરણને અનુકૂળ શૌચાલય બનાવાયા હતા. વિદ્યાર્થીઓ સહિત સમાજમાં આરોગ્ય અને સ્વચ્છતા અંતર્ગતની સુવિધા આપવા માટે શાળા સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. આ બાબતે કંપનીના એચઆર હેડ રજનીશ ભારદ્વાજે જીવનમાં સ્વચ્છતાનું મહત્વ જણાવ્યુ હતુ. સ્વચ્છતા અને વ્યક્તિગત સ્વચ્છતા એ દરેક વ્યક્તિના જીવનનો અભિન્ન ભાગ છે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

તલોદરા પ્રાથમિક શાળા ખાતે સ્વચ્છતા બ્લોકનું ઉદઘાટન અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત યુપીએલ કંપની દ્વારા તેની સીએસઆર એક્ટિવિટી હેઠળ અત્યાર સુધીમાં ૮૦૦ થી વધુ વિદ્યાર્થીઓને સેનીટેશન બ્લોક સુવિધા મળે તેવી કામગીરી કરી છે. આ પ્રોજેક્ટના લોકાર્પણ પ્રસંગે યુપીએલ કંપનીના અનિલ મુંદડા દ્વારા સ્વચ્છતા અને સ્વચ્છતાની શું જરૂરિયાત છે તે વિશે માર્ગદર્શન આપી તેના પર ભાર મૂક્યો હતો. રાજ્યની શાળાઓમાં અત્યાર સુધી યુપીએલ કંપની દ્વારા ૫૭ ટોયલેટ બ્લોક બનાવવામાં આવ્યા છે તેમ જણાવ્યું હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા પાંચ ગામોમાં સો ટકા રસીકરણ કરાયું…જાણો કયા કયા ?

ProudOfGujarat

દેશનાં ચીફ ઇલેકશન કમિશ્નર સુનિલ અરોરા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે : આરોગ્ય વનની મુલાકાત લીધી.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં ૩ પોલીસ કોનસ્ટેબલોને વડોદરા રેન્જ આઇ.જી. દ્વારા સન્માનિત કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!