ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીકના સારસા ગામેથી વહેતી માધુમતિ ખાડીમાં પણ લાંબા સમયથી નાવડી મુકિને રેતી ઉલેચાય છે. માધુમતિ નાની ખાડી છે. રોજ ટ્રકો ભરીને રેતી ઉલેચાતા ખાડીમાં ઉંડા ખાડા પડતા ભવિષ્યમાં બાળકો અને પશુઓ ડુબવાની દહેશત રહેલી છે. સારસા ગામે થોડો સમય પહેલા લીઝ ધારકે પંચાયત સભ્યોને પૈસા આપ્યા હોવાનો વિવાદ થયો હતો અને વાત પોલીસ સુધી પહોંચી હતી. સારસાના ગ્રામજનોએ ખેતી સંબંધિત કામો માટે વારંવાર ખાડીમાં થઇને જવુ પડે છે, ત્યારે રેતી ઉલેચાતા ખાડાઓ પડવાના કારણે થનારા અકસ્માત માટે કોણ જવાબદાર ગણાશે? થોડા સમય પહેલા માધુમતિ ખાડીની લીઝ બાબતે મોટો વિવાદ થયો હતો છતા ત્યારબાદ બધુ જૈસે થે થઇ જતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને સારસા ગામે માધુમતિ ખાડીની રેતીની લીઝનો વિવાદ વિસ્તૃત બન્યો હતો, ત્યારે સારસા ગામે માધુમતિ ખાડીમાં આવેલ રેતીની લીઝ નિયમો મુજબની છે કે કેમ તે બાબતે આરટીઆઇ માંગવામાં આવનાર હોવાનુ પણ જાણવા મળ્યુ છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ