ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે આગામી ઇદેમિલાદના તહેવારને અનુલક્ષીને પોલીસ સ્ટેશનમાં મુસ્લિમ અગ્રણીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. પીએસઆઇ જે.બી.જાદવની અધ્યક્ષતામાં યોજાયેલ આ બેઠકમાં રાજપારડી જુમ્મા મસ્જીદ કમિટીના સભ્યો તેમજ રાજપારડી પંથકના અન્ય ગામોના મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજપારડીના સૈયદ ઇમ્તિયાજઅલી બાપુ, દાઉદ પટેલ, ફિરોઝ મૌલાના, રશીદભાઇ હાજી, ગુલામખ્વાજા ખત્રી, તન્વિર ખોખર, આરીફ મન્સુરી સહિત અગ્રણીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. આગામી ઇદેમિલાદનો તહેવાર પરંપરાગત કોમી એખલાસ ભર્યા માહોલ વચ્ચે કોવિડ ગાઇડલાઇન મુજબ યોજાય તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો. હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે કોવિડ ગાઇડ લાઇન્સ મુજબ ૪૦૦ માણસોથી વધુ એકત્ર થવુ નહિ,માસ્ક પહેરીને સામાજિક અંતર જાળવવુ જેવા કોવિડ ગાઇડ લાઇન્સના નિયમોની જાળવણી સાથે ઇદે મિલાદનો તહેવાર ઉજવવા પીએસઆઇ જે.બી.જાદવે કરેલ અનુરોધને ઉપસ્થિત મુસ્લિમ બિરાદરોએ આવકારીને સંપુર્ણ સહયોગ આપવા ખાતરી આપી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ