ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જામ્બોઇ ગામના પીઢ સહકારી અગ્રણી સ્વ. ચીનુભાઈ પાદરીયાના સુપુત્ર અને દુધધારા ડેરીના તત્કાલીન વાઇસ ચેરમેન સ્વ. મહેન્દ્રભાઇ ચીનુભાઈ પાદરીયાનુ સાત વર્ષ પહેલાં આકસ્મિક અવસાન થયું હતું. સ્વ.મહેન્દ્રભાઇ પાદરીયાના પુત્ર ભાવેશભાઈ પાદરીયા દ્વારા આજે તા.૧૫.૧૦.૨૧ (વિજયા દશમી) ના રોજ સ્વ. મહેન્દ્રભાઇની સાતમી પૂણ્યતિથિ નિમીત્તે સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર આવેલા તેમના યુનિટી પેટ્રોલિયમ ખાતે રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચની રેડ ક્રોસ બ્લડ બેંકના પદમાંબેન પટેલે તેમની ટીમ સાથે આવીને રકતદાનની કામગીરી કરી હતી. જામ્બોઇ, રાણીપુરા, ઝઘડિયાના યુવાનોએ રક્તદાન કર્યું હતું. સ્વ. મહેન્દ્રભાઇ ચીનુભાઈ પાદરીયાની સાતમી પુણ્યતિથી નિમિત્તે આયોજીત રક્તદાન શિબિરમાં સ્વ. ચીનુભાઈ પાદરીયાનો સમસ્ત પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. જામ્બોઈ ગામના પાદરીયા પરિવાર દ્વારા પૂણ્યતિથિ નિમીત્તે રક્તદાન શિબિરનું આયોજન કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ હતુ. વિવિધ પ્રસંગોની ઉજવણી સમાજોપયોગી કામગીરી કરીને પણ ઉજવી શકાય તેનું આ જલવંત ઉદાહરણ છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ