ભરૂચ જિલ્લામાં વાહન ચોરીના વણ શોધાયેલા ગુના શોધી કાઢવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી મળેલ સુચના અંતર્ગત રાજપારડી પીએસઆઇ જે.બી.જાદવ પોલીસ ટીમ સાથે રાજપારડી મુખ્ય ધોરીમાર્ગ પર માધુમતિ ખાડીના બ્રીજ નજીક વાહન ચેકિંગમાં હતા ત્યારે તે દરમિયાન ઝઘડીયા તરફથી મોટરસાયકલ લઇને આવતા એક ઇસમને અટકાવીને પોલીસે તપાસ કરતા તેની પાસે મોટરસાયકલને લગતા કોઇ કાગળ મળેલ નહિ. પોલીસે રાજ્ય સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ઇ ગુજકોપ અંતર્ગત વાહનો ચેક કરવાની કામગીરી હાથ ધરેલ હતી. પોલીસની પુછપરછ દરમિયાન મોટરસાયકલ સાથે ઝડપાયેલ ઇસમની પુછપરછ કરતા તેનું નામ હિતેશકુમાર રાજુભાઇ વસાવા રહે.હરીપુરા તા.ઝઘડીયા જિ.ભરૂચ હોવાનું જણાવ્યુ હતુ. પોલીસ તપાસ દરમિયાન આ મોટરસાયકલ ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના અંતર્ગત ચોરીની હોવાનું જણાયુ હતુ. ઝડપાયેલ ઇસમે આ મોટરસાયકલ કરણભાઇ ગુરુદેવભાઇ વસાવા રહે.અંધારકાછલા તા.ઝઘડીયાનાએ તેને બે દિવસથી વેચવા આપી હોવાનું જણાવ્યુ હતુ. રૂ.૨૫૦૦૦ ની કિંમતની આ ચોરીની મોટરસાયકલ સાથે આ ઇસમને હસ્તગત કરીને રાજપારડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન અન્ય બાઇક ચોરીઓનો પણ પર્દાફાશ થવાની સંભાવના જણાય છે.
રાજપારડી ગામે પોલીસ ચેકિંગ દરમિયાન ચોરીની મોટરસાયકલ સાથે એક ઇસમ ઝડપાયો.
Advertisement