ઝધડીયા તાલુકાની મામલતદાર કચેરીમાં આવેલ કોમન સર્વિસ સેન્ટર ખાતે ચૂંટણી કાર્ડ સહિત અન્ય કામકાજ અર્થે આવતા લોકો તાલુકા કચેરીના ધરમ ધકકા ખાતા પરેશાન.
ઉમલ્લા, રાજપારડી, સહીતના કોમન સર્વિસ સેન્ટર (CSC) પણ બંધ હાલતમાં રહેતા લોકો માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યો હોઈ તેમ લાગી રહ્યું છે. જયારે તાલુકા કચેરીમાં પ્રિન્ટર બગડેલ છે ત્રણ મહિના પછી આવજો સુધારણા કાર્યક્રમ પૂરો થઈ ગયો છે ભરૂચ જાવ તેવું કહે છે. સરકારી બાબુઓના ગલ્લા તલ્લાં વારા જવાબથી લોકો પરેશાન થઈ ગયા છે. કોમન સર્વિસ સેન્ટરના કારણે યુવાનોને રોજગારીની લોલીપોપ આપી સરકારની ડીજીટલ ઇન્ડિયાની નીતિ ઉઘાડી પડી રહી હોઈ તેમ લાગી રહ્યું છે. ગ્રાઉન્ડ લેવલ પર ભરૂચ જિલ્લાના અનેક કોમન સર્વિસ સેન્ટર (csc) ચલાવતા યુવાનોએ પોતાના સેન્ટર બંધ કરી દીધેલી હાલતમાં જોવા મળ્યા છે. જયારે સરકારી કચેરીમાં જ મૃતપાય બનેલા સેન્ટરમાં કર્મચારી આવતા જ નથી અથવા કર્મચારીઓની ખુરશીઓ ખાલી જોવા મળે છે.
ચૂંટણીકાર્ડ લક્ષી અથવા બીજા કોઈ કામ અર્થે દુરદુરથી આવતા લોકોને કામ થયા વિના જ જતું રહેવું પડે છે. ચલતા હે ચલને દો કાચબા જેવું સરકારી તંત્ર ક્યારે સસલાની ગતિ એ દોડે છે તે હવે જોવું રહ્યું.
ભરૂચ જિલ્લાના ઝધડીયા તાલુકા મામલતદાર કચેરી સહીત તાલુકાના અનેક ગામોમાં કોમન સર્વિસ સેન્ટર બંધ હાલતમાં.
Advertisement