ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે આવેલ બી.આર.સી. ભવનમાં ગતરોજ આઇઇડી યુનિટ ભરૂચ તથા એલીમ્કોનના ઉપક્રમે દિવ્યાંગ બાળકોના એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં આઈ.ડી (એમ.આર) વી.આઈ, સી.પી, એચ.આઇ તથા એલ.એમ.ડી(ઓ.એચ) કેટેગરી ધરાવતા દિવ્યાંગ બાળકો તેમના વાલીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં ઝઘડિયા વાલિયા અને નેત્રંગ તાલુકાના કુલ ૭૦ દિવ્યાંગ બાળકોએ ઉપસ્થિત રહીને આ કેમ્પનો લાભ લીધો હતો. જિલ્લાના આઇ.ઇ.ડી કો ઓર્ડીનેટર ચૈતાલી પટેલ તેમજ સી.આર.સી.કો ઓર્ડીનેટર રાજીવ પટેલે કેમ્પમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડી કાર્યક્રમમાં દિશા નિર્દેશ કર્યો હતો. તાલુકાના સ્પેશિયલ એજ્યુકેટર અને વિશિષ્ટ શિક્ષકો દ્વારા બાળકોનું રજીસ્ટ્રેશન અને વ્યવસ્થાપન કામગીરી કરવામાં આવી હતી. આ કેમ્પમાં ઉપસ્થિત રહેલ વિવિધ દિવ્યાંગતાના તજજ્ઞો દ્વારા બાળકોનું એસેસમેન્ટ કરી જરૂરિયાત મુજબના સાધનો કેલિપર, પ્રિસ્ક્રાઈબ કરવામાં આવ્યા હતા.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ