ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણેથા ગામે રહેતા પંથ દિનેશભાઈ પટેલની પાણેથા તથા નાના વાસણા ગામની સીમમાં ૭૦ એકર જેટલી જમીન આવેલી છે. આ ખેડૂત તેમની માતાને લઈને દવાખાને ગયા હતા ત્યારે તેમને ખબર મળી હતીકે મોટા વાસણા ગામની સીમમાં આવેલ તેમના ખેતરમાંથી બોરની સિંચાઈ કરવાની હાઈડ્રો સાયકલિંગ ઉપરના બે ફિલ્ટર અને તેની નીચેના પીવીસીના સ્કીન ફિલ્ટર નીચેના પાઇપોમાંથી નટ બોલ્ટ ખોલીને કોઈ અજાણ્યા ચોર ચોરી કરી ગયા હતા. પંથ પટેલે ખેતરે જઈ તપાસ કરતા ડ્રિપ થી સિંચાઈ કરવાની હાઈડ્રો સાયકલિંગ ઉપરના બે અલગ અલગ પ્રકારના કુલ ચાર ફિલ્ટરની નટ બોલ્ટ ખોલીને ચોરી થઇ હોવાનુ જણાયુ હતુ.આ બાબતે તેમણે ઉમલ્લા પોલીસ મથકમાં કુલ ૧૭ હજાર રૂપિયાના ફિલ્ટર ની ચોરી બાબતે ફરિયાદ લખાવી હતી. ઝઘડીયા તાલુકામાં અવારનવાર નાનીમોટી સીમચોરીઓ થવાની ઘટનાઓ બનતી હોય છે.આને લઇને ખેડૂતોને મોટુ નુકશાન વેઠવાનો વારો આવતો હોય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ