ગુલામહુશેન ખત્રી રાજપારડી
સંત રવિદાસ મહારાજ વિશ્વ મહાપીઠના ઉપક્રમે ઝઘડિયા તાલુકાના ગામડાઓમાં વસવાટ કરતા રોહિત સમાજના પરિવારોની એક જાહેર સભા ઝઘડીયા તાલુકાના સારસા મુકામે સામાજિક કાર્યકર અને વિજયભારતી સંસ્થા સારસા ના પ્રમુખ રતિલાલ રોહિતના આયોજન થકી તા.ર૦મી ને રવિવારે યોજાઈ ગઈ. જેમાં તાલુકા ના ૫૦થી૬૦જેટલા રોહિત ભાઈઓએ ઉત્સાહ ભેર હાજરી આપી હતી. જેના મુખ્ય અતિથિ પદે સંત રવિદાસ મહારાજ વિશ્વ મહાપીઠ , ગુજરાત રાજ્ય એકમના મહામંત્રી દિનેશભાઈ રોહિત ઊપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન પૂરું પાડયું હતું.બોરિદ્રા (ખર્ચી) ના ગોપાલભાઈ કટારિયા સભાના અધ્યક્ષ પદે બિરાજમાન હતા.આયોજીત બેઠકમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા.જે અન્વયે; (૧) તાલુકા યુનિટ ની વ્યવસ્થા સમિતિ ની રચના કરવા બાબત, (૨) રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર તરફથી જાહેર થયેલ સમાજ વિકાસ લક્ષી યોજનાઓ વિશે સમાજજનો ને માહિતગાર કરી એ યોજનાઓ નો ૧૦૦ટકા લાભ પહોંચાડવો,(૩) તાલુકા સ્તરે ડૉ.બાબાસાહેબ આમ્બેડકર ની પ્રતિમા ની સ્થાપના કરાવવી, (૪) સંતશિરોમણિ ગુરુશ્રી રવિદાસ મહારાજ ની પ્રતિમાની પણ તાલુકા મથકે સ્થાપના કરાવવી,(૫) હાલના સમયના પરિપ્રેક્ષ્યમાં સામાજિક રીત-રિવાજોમા જરુરી સુધારા કરવા, (૫) લગ્નોત્સુક યુવક-યુવતીઓ ના પસંદગી પરિચય મેળાનું આયોજન કરવું, (૬) રોજગાર લક્ષી કારકિર્દી માર્ગદર્શન સેમીનાર નું આયોજન કરવું તેમજ(૭) વ્યસન મુક્તિ અને સર્વ રોગનિદાન સેમીનાર નું આયોજન કરવું જેવા મુદ્દાઓ ને આવરી લેવામાં આવ્યા હતા.આ પૈકી મુદ્દા નં-૧ના અનુસંધાન માં તાલુકાકક્ષાએ વ્યવસ્થા સમિતિ ની રચના કરવામાં આવી. જેમાં પ્રમુખ તરીકે પાણેથાના નગીનભાઈ રોહિત ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જ્યારે ઉપપ્રમુખ તરીકે અનુક્રમે ઈન્દોરના કનુભાઈ રોહિત, ઝઘડિયા ના કાંતિભાઈ (કનુભાઈ) રોહિત, ઝવેરભાઈ રોહિત, બોરિદ્રાના મનોજ ભાઈ ડી. કટારિયા વગેરે ની વરણી કરવામાં આવી હતી. મહામંત્રી તરીકે સારસા ના ઉત્સાહી નવયુવાન એવા યોગેશભાઈ બી. રોહિત ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. મુખ્ય અતિથિ પદેથી દિનેશભાઈ રોહિતે સભાને સંબોધતા જણાવ્યું કે આપણો સમાજ શિક્ષણ બાબતે આગળ આવી રહ્યો છે,જે પ્રગતિ ની સાચી નિશાની છે. હજુપણ આપણે ઘણા બધા કામ કરવાના છે.એના માટે આપણે એકતા અને સંપ કેળવવા પડશે. અંદરોઅંદર ની હૂંસાતુસી છોડી આપણે સહુએ ખભેખભા મિલાવી ને કામ કરવું પડશે.આપણા સંગઠનને મજબૂત બનાવવા દરેક રોહિત ભાઈ પોતાની નૈતિક જવાબદારી સમજીને નિભાવે એ આજના સમયની તાતી જરુરીયાત છે. વધુમાં તેઓએ એક અપીલ સાથે જાહેરાત કરી કે, આપણાં સંતશિરોમણિ વૈશ્વિક સંગઠનના સૌજન્યથી પવિત્ર તીર્થધામ હરિદ્વાર ખાતે તા- ૦૨/૧૧/૨૦૧૯ ને શનિવારે સંત રવિદાસ મહારાજના મહાયજ્ઞનું રાષ્ટ્રીય લેવલે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે આપણા રાષ્ટ્રીય સંગઠનના અધ્યક્ષ અને ઉત્તરાખંડ રાજ્યના વિધાયક સુરેશભાઈ રાઠૌરજી દ્વારા સંતશિરોમણિ શ્રી રવિદાસ મહારાજ ની કથા નું પણ આયોજન તા-૦૩/૧૧/૨૦૧૯ ને રવિવાર થી તા-૦૫/૧૧/૨૦૧૯ મંગળવાર સુધી રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમ માં આપણાં તાલુકામાંથી વધુ માં વધુ સમાજ જનો હાજર રહે એવો અનુરોધ કર્યો હતો.જેને ઉપસ્થિત ભાઇઓએ વધાવી લીધો હતો.અંતે કાર્યક્રમ ને સફળ બનાવવા બદલ આયોજકો એ સહુનો આભાર માન્યો હતો.