Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના અઢાર ગામના ગ્રામજનો તથા સરપંચોની જુના એસ.ટી રૂટો ચાલુ કરવા રજૂઆત.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પંથકના પાણેથા વેલુગામના રૂટ પર હાલમાં ફક્ત એક જ રૂટ ચાલુ હોઇ, આ પંથકના ૧૮ જેટલા ગામોના ગ્રામજનો તથા સરપંચોએ વાહન વ્યવહાર અધિક્ષક અમદાવાદ તથા ભરૂચને પાણેથા વેલુગામ વિસ્તારના આ બંધ થયેલા તમામ રૂટ શરૂ કરવા લેખિતમાં રજૂઆત કરી છે.

રજૂઆતમા જણાવાયા મુજબ પાણેથા વેલુગામની બસો વર્ષોથી ચાલતી હતી જે ઝઘડિયા ડેપોમાંથી બંધ કરાતા આ રૂટ પર આવેલા ગામોને સાંકળતી બસ સેવા સદંતર બંધ થઇ ગયેલ છે. ઝઘડિયા, ભરૂચ, રાજપીપળા, ઉમલ્લા, રાજપારડી તરફ જવાવાળા મુસાફરોને હાલાકિ પડે છે તેમજ ઉમલ્લા રાજપારડી અભ્યાસ માટે જતા બાળકોનું શિક્ષણ પણ બસ સેવાના અભાવે બગડી રહ્યુ છે. લોકોએ નાછુટકે ખાનગી વાહનોમાં જોખમી મુસાફરી કરવી પડે છે. મોંઘવારીમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા વાહનો ઘરમાં મૂકી દેવાની નોબત આવી છે. વિવિધ શારીરિક બિમારીઓમાં દવાખાને જવા માટે તેમજ જિલ્લા તેમજ તાલુકાના કામો માટે જવા માટે પણ બસની સગવડ નથી, જેથી આ રોડ પર આવેલા ગામોના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.આ સમસ્યાના હલ માટે તાત્કાલિક સવારે ઉપડતી વેલુગામથી ભરૂચ સવારે આવતી અંકલેશ્વરથી વેલુગામ, ઝઘડિયાથી વેલુગામ, સાંજે આવતી ભરૂચથી વેલુગામ, સવારે ઉપડતી પાણેથા, સાંજે આવતી વડોદરાથી પાણેથાની બસોના રૂટ ફરીથી નિયમિત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Advertisement

વધુમાં જણાવાયુ છે કે જૂના રૂટો પૈકી ફક્ત એક જ રૂટ હાલમાં ચાલે છે તે પણ અનિયમિત છે, જો ઉમલ્લાથી પાણેથા વચ્ચેના અઢાર ગામના લોકોને જુના રૂટોની બસ સેવા નહીં આપવામાં આવે તો નાછુટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા એસ.ટી.ડેપો દ્વારા આ સિવાય પણ ઘણા જુના રૂટો બંધ કરવામાં આવેલ છે, જે ફરી નિયમિત કરવામાં આવ્યા નથી જે ફરીથી શરૂ થાય તેવી તાલુકાની જનતામાં માંગ ઉઠવા પામી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

બારડોલી તાલુકામાં બાલદા પ્રાથમિક શાળાની સ્થાપના દિનની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ચાલો ભેગા મળીને લકવા મુક્ત દુનિયા બનાવીએ ની નેમ સાથે વિશ્વ પક્ષાઘાત દીવસની ભરૂચમાં કરાઇ ઉજવણી…

ProudOfGujarat

ભરૂચનાં કોલેજથી જ્યોતિનગરનાં માર્ગની કામગીરી ગોકુળ ગતિએ થતાં વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!