Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયા તાલુકાના સિમદરા ગામે જુગાર રમતા પાંચ જુગારીયા ઝડપાયા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સિમદરા ગામેથી પોલીસે જુગાર રમતા પાંચ જુગારીયા ઝડપી લીધા હતા. ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં દારુ જુગારની બદી નાબુદ કરવા મળેલ સુચના અંતર્ગત રાજપારડી પીએસઆઇ જે.બી.જાદવને ગતરોજ બાતમી મળી હતી કે સિમદરા ગામે અરવિંદ દલસુખ વસાવાના ઘરની પાછળ આવેલ ખુલ્લા વાડામાં બેસી કેટલાક ઇસમો જુગાર રમે છે. પોલીસે બાતમી મુજબના સ્થળે છાપો મારતા ત્યાં કેટલાક ઇસમો કોરોના સંક્રમણ ફેલાય એ રીતે ટોળુ વળીને પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતા જણાયા હતા. પોલીસે ઘટના સ્થળેથી નિલેશભાઇ ભગાભાઇ વસાવા રહે.નવાપોરા તા.ઝઘડીયા, સુરેશભાઈ શનાભાઇ વસાવા રહે.સિમદરા તા.ઝઘડીયા, બચુભાઇ છત્રસિંગ વસાવા રહે.નવાપોરા તા.ઝઘડીયા, અરવિંદભાઇ દલસુખભાઇ વસાવા રહે.સિમદરા તા.ઝઘડીયા અને વિજયભાઇ અર્જુનભાઇ વસાવા રહે.સિમદરા તા.ઝઘડીયા જિ.ભરૂચનાને જુગાર રમતા ઝડપી લીધા હતા. પોલીસે ઘટના સ્થળેથી રોકડ રકમ, મોબાઇલ નંગ ૩ તેમજ એક મોટરસાયકલ મળીને કુલ રૂ.૪૩૦૬૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે આ ઝડપાયેલા જુગારીયાઓ વિરુધ્ધ ગુનો નોંધી ક‍ાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

સુરતના પાસોદરામાં પરિણીતાએ માનસિક ત્રાસથી કંટાળીને અગન પછેડી ઓઢી.

ProudOfGujarat

નેત્રંગનાં ગાંધી બજાર ખાતે આવેલ પ્રાથમિક કન્યા શાળામાં બાળમેળો યોજાયો

ProudOfGujarat

ભરૂચ : મહિલાઓ પર થતાં અત્યાચારો રોકવા ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેનાની મહિલાઓએ પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!