નર્મદા નદીમાં પૂર આવવાની ઘટના બાદ ઉનાળાની શરૂઆત થતાં જ ભરૂચ જિલ્લાના નર્મદા નદીના કિનારે મગરોની સંખ્યામાં વધારો થઈ જાય છે. ભૂતકાળમાં મગરો દેખાવાની ઘટનામાં વધારો થયો હતો ત્યાં ભરૂચ નર્મદા નદીના કિનારે વસતા ગામલોકો પર પણ મગર દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ભૂતકાળમાં ઘટના બની છે ત્યારે ઉનાળાની શરૂઆતમાં થોડા દિવસો બાકી છે ત્યારે ભરૂચ જિલ્લાના ઝધડિયા તાલુકાના ફુલવાડી ગામની ખાડીમાં મગર અને તેનું બચ્ચું દેખાયું હતું. આજરોજ ખાડીમાંથી પાણી લેવા ગયેલા એક ખેડૂતને ખેતરમાં કિનારા ઉપર મગર અને તેનું બચ્ચુ દેખાયું હતું જેને પગલે તેને આજુબાજુના ખેતર માલિકોને પણ જાણ કરી હતી. જોકે મગર અને બચ્ચાની હાજરી ખાડીમાં હોવાથી ખેડૂતોમાં ફફડાટ છે કેમ કે દિવસ અને રાત દરમિયાન ખેતરમાં પાણી નાખવા માટે ખાડીના કિનારે મુકેલા પંપ ચાલુ કરવા ખેડૂતોને જવું પડતું હોય છે ત્યારે ખાડીમાં મગર હોવાથી આ ખેડૂતો ડરી રહ્યા છે. હાલ તો ખેડૂતો દ્વારા ઝધડીયા વન વિભાગને જાણ કરી છે અને પાંજરું મૂકવાની માંગણી કરી છે.
ઝધડિયા તાલુકાનાં ફુલવાડી ગામની ખાડીમાં મગર અને તેનું બચ્ચું દેખાતા ગ્રામજનો અને ખેડૂતોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
Advertisement