ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે આવેલ સેવા રૂરલ હોસ્પિટલમાં સીએસએસડી મશીન અને ટેકનીકલ વર્કશોપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ. મળતી વિગતો મુજબ ઝઘડીયાની બિરલા સેન્યુરી કંપની દ્વારા તેમની સીએસઆર પ્રવૃત્તિના ભાગરૂપે કસ્તુરબા હોસ્પિટલ સેવા રૂ૨લ ઝઘડિયા અને વિવેકાનંદ ગ્રામીણ ટેકનીકલ કેન્દ્ર ગુમાનદેવ ખાતે જરરૂરી એવી વિવિધ પ્રકારની મદદ કરવામાં આવતી હોય છે. જે અંતર્ગત ચાલુ વર્ષે ગુમાનદેવ ખાતે ટેકનીકલ વર્કશોપ તથા ઝઘડીયા સેવારુરલ હોસ્પિટલ ખાતે સેન્ટ્રલ સ્ટરાઈલ સપ્લાય ડીપાર્ટમેન્ટના સાધનોનું ગતરોજ તા.૨૪ મીના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત વિવેકાનંદ ગ્રામિણ ટેકનીકી કેન્દ્રના બે વર્કશોપમાં વેલ્ડર ટ્રેડ તથા સોલાર ઓટોમેશન ટ્રેડ ચલાવવામાં આવશે. બિરલા સેંચુરીના સીઈઓ સૌમ્યા મોહંતી તથા હોસ્પિટલના દર્દીના હસ્તે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ.
સીએસએસડી એ ઓપરેશન દરમ્યાન વપરાતા સાધનોને જંતુમુકત કરવા માટેની સીસ્ટમ છે. આવી રીતે જંતુ મુકત કરેલ સાધનો ઉપયોગમાં લેવાથી ચેપનું પ્રમાણ નહીવત્ કરી શકાય છે. આ સાધનો અતિ આધુનિક છે, અને આ સગવડ વિદેશની કે શહેરની ઊંચા દરજજાની કોર્પોરેટ હોસ્પિટલની બરાબરીમાં આવે એવી છે. આ સાધન સામાન્ય રીતે શહેરની મોટી હોસ્પિટલોમાં જોવા મળે છે. ઝઘડીયા સેવા રૂરલ હોસ્પિટલમાં આ સીસ્ટમ ઉભી કરવા માટે બિરલા સેન્યુરી દ્વારા મળેલ સહયોગને આવકારીને હોસ્પિટલ પરિવારે કંપનીનો આભાર માન્યો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ