Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયા જીઆઈડીસીમાં કોન્ટ્રાક્ટરના કામદારના મોત બાબતે રહસ્ય સર્જાયુ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતેની જીઆઇડીસીમાં આવેલ ડીસીએમ નામની કંપનીમાં એ.એ કન્સ્ટ્રકશન નામનો કોન્ટ્રાક્ટર કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. આ કન્સ્ટ્રકશન કોન્ટ્રાક્ટમાં લાલ બિહારી નામનો એક યુવાન ફરજ બજાવતો હતો. આજરોજ ડીસીએમ કંપની સંકુલમાં કોઈ કારણોસર લાલ બિહારી નામના કોન્ટ્રાક્ટરના કામદારનું મોત થયું હતું, જેણે એક રહસ્ય સર્જ્યુ છે.

આ બાબતે કંપની સંકુલમાંથી મળતી વિગતો મુજબ કંપનીમાં નવા બનતા પ્રોજેક્ટ પાસે કામદાર જતો હતો ત્યારે કીચડમાં તેનો પગ ખુંપી જતા તે પડ્યો હતો અને તેનો મોત થયું હતું ! કામદારનું કંપની સંકુલમાં મોત થતા તેને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. કંપનીમાં કામદારના મોતના પગલે ઝઘડિયા પોલીસને પૂછતા તેમણે જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ થયા બાદ જ મોતનું સાચુ કારણ જણાવી શકાશે. જોકે કામદારના મોત બાબતે સોસિયલ મિડીયામા ફરતા થયેલા વિડીયોમાં મૃતકના સગા વ્હાલાઓએ લાલ બિહારીનું મોત કરંટ લાગવાના કારણે થયું હોવાનો આક્ષેપ કર્યો હતો ! ત્યારે હાલ તો આ કામદારના મોત બાબતે રહસ્યના તાણાવાણા સર્જાયેલા દેખાય છે. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સાચી હકિકત બહાર આવે તેમ હાલ પૂરતુ તો જણાય છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ગુજરાત રાજય સ્થાપના દિન તા. ૧ લી મેથી સમગ્ર ગુજરાતમાં “મારૂ ગામ કોરોના મુકત ગામ” રાજય વ્યાપી અભિયાનનો પ્રારંભ.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાના ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગ ખાતે રેલવેની હદમાં આવતા તમામ દબાણો તંત્ર દ્વારા દૂર કરવાની પક્રિયા શરૂ કરાતા સ્થાનિકોમાં ફફડાટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!