Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડિયા તાલુકાના રૂંઢ ગામે જુગાર રમતા ત્રણ જુગારીયા ઝડપાયા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં જુગારની બદીને ડામવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ થતું હોય છે. ગતરોજ રાજપારડી પીએસઆઇ જે.બી.જાદવ પોલીસ ટીમ સાથે ભાલોદ આઉટપોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે ભાલોદ નજીકના રૂંઢ કસ્બા ગામના મોહમ્મદ કાસમભાઇ ચૌહાણના ઘરની પાછળ આવેલ વાડાના ભાગે કેટલાક ઇસમો પૈસા વડે પાના પત્તાનો હારજીતનો જુગાર રમે છે.

પોલીસે બાતમીના આધારે મોહમ્મદ ચૌહાણના ઘરની પાછળ છાપો મારતા કેટલાક ઇસમો ભેગા મળી ગોળ કુંડાળું કરી પાના પત્તાથી પૈસા વડે હારજીતનો જુગાર રમતા જણાયા હતા. જુગારિયાઓને ઝડપવા તેઓને કોર્ડન કરી પકડવા દોડતા જુગાર રમતા ઇસમો પોલીસ પંચોની રેડ જોઇ ખુલ્લા થઈ નાસવા લાગેલા. નાસભાગ દરમિયાન ત્રણ જુગારીયાઓને પોલીસે ઝડપી પાડયા હતા. ઝડપાયેલા જુગારીયાઓની અંગજડતી કરતા ૨૦૨૦ રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા. રાજપારડી પોલીસે મોહમ્મદ કાસમભાઈ ચૌહાણ રહે રૂંઢ કસ્બા તા. ઝઘડિયા, ઈસ્માઈલ મસ્તુભાઈ સિંધી રહે. ભાલોદ નવી વસાહત તા. ઝઘડિયા અને ઈસ્માઈલ અકબરભાઈ મલેક રહે. નવી તરસાલી તા. ઝઘડિયાની વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ડેડીયાપાડામાં બાળકો અને માતા- પિતા સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચનાં ચાવજ ગામે ચાલતી ભાગવત કથામાં આવવા જવા માટે બસની વિનામુલ્યે સુવિધા ઉપલબ્ધ કરાઈ.

ProudOfGujarat

વડોદરા ખાતે સાવલીમાં કેમકોન કેમિકલ નામની કંપનીમાં આગ લાગતા ભારે ચકચાર મચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!