ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર ગામ નજીકના પહાડ પર આઠસો વર્ષ જુની સુફી સંત હઝરત બાવાગોરની દરગાહ આવેલી છે. આ સ્થળે વર્ષમાં બે વાર ભવ્ય મેળાનુ આયોજન થતુ હોય છે. હાલમાં ભરાનાર દરગાહના ચસ્માનો મેળો કોરોના મહમારીને લઇને મોકુફ રાખવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આઠસો વર્ષ જુની હઝરત બાવાગોરની દરગાહના પહાડ પર હઝરતના સમયથી ચસ્મો (પાણીનો કુંડ) આવેલો છે. આ ચસ્મો દર વર્ષે ચોમાસામાં ભાદરવા મહિનાના છેલ્લા ગુરુવારે પરંપરાગત વધાવવાની વિધિ કરવામા આવે છે અને ચસ્મો વધાવવાના દિવસે ભવ્ય મેળાનુ પણ આયોજન કરવામાં આવે છે. હાલમાં કોરોના મહામારી અંતર્ગત સંક્રમણ ફેલાવાની દહેશતને લઇને તા.૩૦ મીના રોજ ભરાનાર ચસ્માનો ઉર્સ (મેળો) ભરાય નહિ. ચસ્માનો મેળો બંધ રાખવામાં આવ્યો હોવાનુ બાવાગોર દરગાહ ટ્રસ્ટની એક યાદીમાં જણાવાયુ છે અને જાહેર જનતા અને શ્રધ્ધાળુઓએ તેની નોંધ લેવા પણ જણાવાયુ છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ