Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : આરોગ્ય સંજીવની વાનના સ્ટાફ દ્વારા વડાપ્રધાનના ૭૧ માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી.

Share

આજરોજ તારીખ ૧૭ સપ્ટેમ્બરના દિવસે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી.

ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આરોગ્ય સંજીવની વાનના સ્ટાફ તથા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સચિન સુથાર દ્વારા આજરોજ ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે જીઆઇડીસીમાં અનુપમ રસાયણ ફેક્ટરીમાં ત્યાંના કર્મચારીઓ તથા ઓફિસના સ્ટાફ સાથે વડાપ્રધાનના ૭૧ મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ફેક્ટરીના કર્મચારીઓ અને આરોગ્ય સંજીવનીના સ્ટાફ દ્વારા કેક કાપીને વડાપ્રધાનનો જન્મદિન મનાવાયો. આ પ્રસંગે કંપનીના વર્કરોના સ્વાસ્થ્યનું ચેકઅપ કરીને યોગ્ય દવાઓ આપવામાં આવી. ઉપરાંત સ્વાસ્થ્ય સારુ કઈ રીતે રહે એ માટે પણ જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતુ.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

સ્વપ્નમાં થયેલા આદેશને અનુસાર પોતાના 4 મહિનાનાં દીકરાને વડવાળા આશ્રમમાં રબારી પરિવારે દાનમાં આપ્યો..

ProudOfGujarat

રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ : વિદ્યાર્થીઓનાં ઓનલાઇન વર્ગો થશે શરૂ.

ProudOfGujarat

રાજપીપળા : પોસ્કોના કેસમાં આરોપીને 10 વર્ષની સખ્ત કેદની સજા મળતા આરોપી થયો ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!