Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા આદિવાસી મહાસંઘ દ્વારા કાયદાકીય અધિકારોના અમલ બાબતે આવેદન અપાયુ.

Share

ઝઘડિયા તાલુકા જય આદિવાસી મહાસંઘ દ્વારા ઝઘડીયા પ્રાંત અધિકારીને વિવિધ મુદ્દાઓ બાબતે આવેદનપત્ર આપ્યુ છે અને તેની નકલ કલેક્ટર ભરૂચ, વિભાગીય ડેપો મેનેજર ભરૂચ તેમજ ઝઘડિયા ડેપો મેનેજરને રવાના કરી છે.

આવેદનપત્રમાં જણાવાયા મુજબ ૧૩ મી સપ્ટેમ્બર ૨૦૦૭ ના રોજ યુનાઇટેડ નેશન્સની સામાન્ય સભામાં આદિવાસીઓના અધિકારોના ઘોષણાપત્રથી સંમતિ આપવામાં આવી હતી. દુનિયામાં આદિવાસી સંસ્કૃતિ બચાવવા શોષણને અટકાવવાના ભાગરૂપે સંશોધનો ચાલ્યા અને ૧૯૯૩ માં વિશ્વ આદિવાસી દિવસની ઘોષણા કરવામાં આવી. ત્યારબાદ આદિવાસી સંસ્કૃતિ બચાવવાના હેતુથી વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઘોષણા થઈ હતી. આવેદનમાં વધુમાં જણાવાયા મુજબ જિલ્લા સ્તરીય વન અધિકાર સમિતિ અને તાલુકા સ્તરે વન અધિકાર સમિતિઓની પુન: રચના કરવામાં આવે, ઝઘડિયા તાલુકામાં કુલ ૧૮ ગામોમાં જંગલ જમીનના દાવેદારોએ કરેલ ૪૬૦ દાવા અરજી અંતર્ગત ૨૦૫ દાવા અરજી મંજુર થયેલ છે અને ૨૫૫ અરજી પેન્ડિંગ છે, જેની બાકી રહેલી અધુરી કામગીરી પૂર્ણ કરવા જિલ્લા તેમજ તાલુકા સ્તરે વન અધિકાર સમિતિની પુનઃ રચના કરી વન અધિકાર કાયદો ૨૦૦૬ ના મુજબ વ્યક્તિગત અને સામૂહિક અધિકારની કામગીરી હાથ ધરવામાં આવે, ઝઘડિયા તાલુકામાંથી કોલીયાપાડા જતી એસટી બસ તેમજ ઝઘડીયાથી રાજપારડી, નેત્રંગ, બેડા કંપની (થવા) જતી બસ હાલમાં બંધ છે.

Advertisement

વિદ્યાર્થીઓ તેમજ તાલુકા જીલ્લાની કચેરીઓમાં કામ માટે જતા લોકોને મુશ્કેલીઓ વેઠવી પડે છે, જેથી બસ શરુ કરવામાં આવે. બસ સવાર-સાંજ શરૂ કરવામાં આવે તથા ઝઘડીયાથી રાજપારડી, નેત્રંગ, બેડાકંપની જતી બસ રોજ સ્કૂલના સમયે સવાર સાંજ બે ટાઈમ શરૂ કરવામાં આવે. રજલવાડા બસ સ્ટેશનથી ગામ સુધી આશરે બે કિલોમીટરનો રસ્તો હાલમાં ખૂબ જ બિસ્માર છે જેને લઇને ગ્રામજનોએ મુશ્કેલીઓ વેઠવી પડે છે. ગામમાં બિમાર વ્યક્તિ માટે એમ્બ્યુલન્સને આવવામાં પણ તકલીફ પડે છે, ઉપરાંત પીપરીયાથી ખોડાઆંબા થઈ આમલઝર ગામ સુધીનો રસ્તો બનાવવા પણ માંગ કરવામાં આવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

બાળભોગનાં દુશ્મનો સામે આવ્યા : દયાદરા ગામની સીમમાંથી ઝડપાયું રાશન કૌભાંડ.

ProudOfGujarat

ઝઘડિયાના કાંટોલ ગામે આગળના ઝઘડાની અદાવત રાખી એક ઇસમને માર્યો.

ProudOfGujarat

ભરૂચ : ABC સર્કલ પાસે ચોરીનાં 13 મોબાઈલ સાથે એક ઈસમ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!