ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના મુલદ ચોકડી નજીક ઝુપડપટ્ટીમાં રહેતી મોદકબેન છોટાભાઇ રાજનટ મુલદ ટોલનાકા ઉપર માંગીને પરિવારનું ભરણપોષણ કરે છે. મોદકબેનના દિકરા મુકેશ રાજનટે મીઠુભાઇ બાબરભાઇ રાજનટ અને લીબુબેન મીઠુભાઇ રાજનટ બન્ને હાલ રહે.મુલદ ચોકડી બ્રીજ નીચે તા.ઝઘડીયાના પાસેથી રૂ.૨૦,૦૦૦ લીધા હતા. તે પૈસા પાછા આપી દીધા હોવા છતા એ લોકોએ ભેગા મળીને એક સફેદ કલરની ઇકો ગાડીમાં આવીને ગમેતેમ ગાળો બોલીને પૈસા કેમ આપતા નથી એમ કહીને બળજબરીથી પૈસા કઢાવી લેવા મુકેશની બે છોકરીઓ સોનલ ઉમર વર્ષ પાંચ અને પ્રીયા ઉંમર વર્ષ ત્રણને ઇકો ગાડીમાં બેસાડીને લઇ ગયા હતા.
બે બાળકીઓનું અપહરણ કરાતા મોદકબેન છોટાભાઇ રાજનટે મીઠુભાઇ બાબરભાઇ રાજનટ હાલ રહે.મુલદ ચોકડી બ્રીજ નીચે, લીબુબેન મીઠુભાઇ રાજનટ હાલ રહે.મુલદ ચોકડી બ્રીજ નીચે, રોહિત વિક્રમભાઇ રાજનટ હાલ રહે.મુલદ ચોકડી બ્રીજ નીચે, વિનુભાઇ પરવતભાઇ રાજનટ રહે.મોડાસા હજીરા ચાર રસ્તા જિ.અરવલ્લી, લાખાભાઇ અભાભાઇ રાજનટ હાલ રહે.મુલદ ચોકડી બ્રીજ નીચે, ખોદીબેન વિનુભાઇ રાજનટ હાલ રહે.મોડાસા હજીરા ચાર રસ્તા જિ.અરવલ્લી તેમજ ઇકો ગાડીનો ચાલક વિજય ચતુર રાજનટ રહે.કોસંબા મુળ રહે.મોડાસા હજીરા ચાર રસ્તા વિરુદ્ધ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી. બે બાળકીઓના અપહરણ સંદર્ભે ભરૂચ એલસીબીની ટીમે તપાસ હાથ ધરીને વડોદરા શહેરના જાબુઆ બ્રીજ બાયપાસ ઉપર આવેલ એક હોટલ ખાતેથી અપહરણ થયેલ બાળકીઓને છોડાવી હતી. પોલીસે આ ગુનામાં વપરાયેલ ઇકો ગાડી સાથે ૭ આરોપીઓને ઝડપી લીધા હતા. બાળકીઓના અપહરણ સંદર્ભે ઝઘડીયા પોલીસે ઝડપાયેલ આરોપીઓ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ