Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાના સારસા ગામે અનુસૂચિત જાતિ મોરચાની બેઠક મળી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામે તાલુકા ભાજપા અનુસૂચિત જાતિ મોરચાની બેઠક મળી હતી. આયોજિત કાર્યક્રમમાં ઝઘડીયા તાલુકા પંચ‍ાયતના સભ્ય રતિલાલ રોહિતે સ્વાગત પ્રવચન દ્વારા સહુને આવકાર્ય‍‍ા હતા,અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણક‍ારી આપી હતી. પ્રદેશ ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી દિનેશભાઇ રોહિતના અધ્યક્ષસ્થાને યોજ‍યેલ આ બેઠકમાં ઝઘડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ, ઝઘડિયા તાલુકા ભાજપા મહામંત્રી ભુપેન્દ્રસિંહ રાઠોડ, ભરૂચ જિલ્લા ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી પરિમલ સૂર્યવંશી, ભરૂચ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ હર્ષિલ પરમાર, ઝઘડિયા તાલુકા ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી વિનોદભાઈ જાદવ તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં તાલુકાના વિવિધ ગામોના અનુસૂચિત જાતિ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રદેશ અગ્રણી દિનેશભાઇ રોહિતે પ્રાસંગિક પ્રવચનમાં ગુજરાત સરકારની અનુસૂચિત જાતિ માટેની વિવિધ યોજનાઓની માહિતી આપીને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો, તેમજ સંગઠનને મજબુત બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું. ઝઘડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ દ્વારા ઝઘડિયા તાલુકાના અનુસૂચિત જાતિના લોકો માટે બેંકમાં પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત વીમાનું વાર્ષિક પ્રીમિયમ ભરવાની જાહેરાત કરવામાં આવી હતી. આયોજિત બેઠકમાં ઝઘડિયા તાલુકા અનુસૂચિત જાતિ મોરચાના હોદ્દેદારો, કારોબારી સભ્યો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાત સરકારની અનુસૂચિત જાતિ સમાજને લગતી વિવિધ કલ્યાણકારી યોજના સંબંધિત પુસ્તિકાઓનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમનું સંચાલન તાલુકા પંચાયત સદસ્ય રતિલાલ રોહિતે કર્યુ હતુ.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ નગરમાં માસ્કનું DYSP દ્વારા વિતરણ કરી પોલીસ તંત્ર દ્વારા લોકોને માસ્ક પહેરવા અંગે અપીલ કરાઈ.

ProudOfGujarat

ભરૂચ : વેલ્સપન કંપનીનાં 400 જેટલા કર્મચારીઓનાં હિતમાં મદદે આવ્યા અરૂણસિંહ રણા : કલેકટરને આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

કોરોના સંક્રમણ પુનઃ વધી જતા સરકારનાં આદેશ મુજબ ધોરણ ૧ થી ૯ સુધીનાં છાત્રોનું શિક્ષણ કાર્ય બંધ કરવાનો આદેશ થતાં સાંસરોદ શાળા સુમસાન બનવા પામી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!