ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દુમાલા વાઘપુરા ગામે અજય વસાવા નામના નાગરીકે ગયા જૂન માસમાં ગ્રામ પંચાયતના તલાટી પાસે માહિતી અધિકાર કાયદા હેઠળ દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતની હદમાં સરકારી ગ્રાન્ટમાંથી કરવામાં આવેલ વિવિધ વિકાસના કામો અંગેની માહિતી માંગી હતી. પરંતુ માહિતી માંગનારને માંગવામાં આવેલ માહિતી આપવામાં આવી ન હતી, જેથી અરજદારે તાલુકા વિકાસ અધિકારી ઝઘડિયાને રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટ ૨૦૦૫ ના નિયમ હેઠળ અપીલ કરી હતી.
આ અપીલના સંદર્ભે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માંગવામાં આવેલ માહિતી મળી ન હોવાથી તાલુકા વિકાસ અધિકારી દ્વારા રાખવામાં આવેલ ત્રણેય સુનાવણીમાં અરજદાર અજય વસાવા હાજર રહ્યો હતો, જ્યારે દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતના માહિતી અધિકારી અને તલાટી કમમંત્રી સુનાવણીમાં હાજર રહ્યા ન હતા. જેથી દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતના તલાટી કમમંત્રી ત્રણે સુનાવણીમાં હાજર નહીં રહેતા જાહેર માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત અરજદારે માંગેલ માહિતી ૧૫ દિવસમાં વિનામૂલ્યે પૂરી પાડવા જાહેર માહિતી અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા દુમાલા વાઘપુરાના તલાટીને આદેશ કરવામાં આવ્યો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ