ગુજરાત રાજ્યની જંગલની જમોનો પર કેટલાક બિનઅધિકૃત શક્તિશાળી લોકો દ્વારા ગેરકાયદેસર રીતે ઊભી કરેલી ખાણો, અન્ય અતિક્રમણ તાત્કાલિક દૂર કરી કાયદેસર રીતે કાર્યવાહી કરવા અંગે ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ સી.એમ વિજયભાઈ રૂપાણીને લેખિતમાં રજૂઆત કરી હતી.
ધારાસભ્ય છોટુભાઈ વસાવાના જણાવ્યા પ્રમાણે, ગુજરાતની જંગલોની જમીનો પર કેટલાક શક્તિશાળી લોકો, ખાણ ઉધોગોના માલિકો, ઉધોગપતિ, રિસોર્ટના માલિકો દ્વારા જંગલોનું ગેરકાયદેસર રીતે ખનન કરી અને આર્થિક ફાયદા માટે રીસોર્ટ, ક્વોરી ઊભા કરી દેવામાં આવ્યા છે જેથી જંગલોના કાયદાઓનું ઉલ્લંઘન થયું છે. માઈનીંગની આવી પ્રક્રિયાથી પ્રકૃતિ, પર્યાવરણ, વન્ય પ્રાણીઓ, પક્ષીઓ, જળ, જમીન, જંગલ, પ્રકૃતિક નિવાસમાં વસવાટ કરી રહેલ આદિવાસીઓને ઘણું નુકશાન પહોચી રહ્યું છે.
જો આવા અતિક્રમણો અટકે નહીં આવનાર પેઢી અને અત્યારની પેઢી ઑક્સીજન વગર તડપીને મોતના મુખમાં ધકેલાય જશે. વર્ષોથી ગુજરાત રેન્જની જંગલની માપણી થઈ નથી તો બિનધિકૃત લોકોને હટાવી જંગલો સાચવી અને પર્યાવરણનું જતન કરવું હિતાવહ છે. તત્કાલીક ધોરણે આવા ગેરકાયદેસર તત્વો સામે કાયદેસરના પગલાં લઈ અને અતિક્રમણ દૂર કરવા ખાસ રજૂઆત કરવામાં આવી હતી.