ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વઢવાણા અને રાજપારડી ખાતેથી પોલીસે શ્રાવણીયો જુગાર ઝડપીને બન્ને સ્થળોએથી કુલ મળીને આઠ ઇસમોને જુગાર રમતા ઝડપી લીધા હતા, જ્યારે પોલીસની રેઇડ જોઇને બે ઇસમો નાસી છુટ્યા હતા.
રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ જિલ્લામાં દારુ જુગારની બદી નાબુદ કરવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી મળેલ સુચનાના અનુસંધાને રાજપારડી પીએસઆઇ જે.બી.જાદવને મળેલ બાતમી મુજબ પોલીસે છાપો મારી વઢવાણા અને રાજપારડી ખાતેથી કુલ આઠ ઇસમોને જુગાર રમતા ઝડપી લીધા હતા. વિગતો અનુસાર વઢવાણા ગામે ગોચરની ખુલ્લી જગ્યામાં બાવળીયાની ઓથમાં બેસી કેટલાક ઇસમો જુગાર રમતા જણાતા પોલીસે ઘટના સ્થળેથી મહેશભાઇ મંગુભાઇ વસાવા રહે.સરસાડ તા.ઝઘડીયા, સુકલભાઇ મણીલાલ વસાવા રહે.કાકલપોર તા.ઝઘડીયા, વનરાજસિંહ જસવંતસિંહ ઘરીયા રહે.સરસાડ,વિજયભાઇ મણીલાલ વસાવા રહે.ઉમધરા તા.ઝઘડીયા અને મહેશભાઇ શનાભાઇ રહે.રાજપારડી તા.ઝઘડીયાનાને રોકડા રૂપિયા સહિત કુલ રૂ.૯૧૩૭૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા, જ્યારે પોલીસની રેઇડ જોઇને રમેશભાઈ હરીભાઈ વસાવા અને દશરથભાઇ બચુભાઇ વસાવા બન્ને રહે.ઉમધરા તા.ઝઘડીયા નાશી છુટ્યા હતા. જુગાર ઝડપાવાની બીજી ઘટનામાં રાજપારડી ગામે નેત્રંગ રોડ પરની નવી વસાહતમાં અમિતભાઇ ઠાકોરભાઇ વસાવાના ઘરની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં બાવળીયાની ઓથમાં કેટલાક ઇસમો ટોર્ચના અજવાળે ભેગા મળીને હારજીતનો જુગાર રમતા જણાતા રાજપારડી પીએસઆઇ જે.બી.જાદવ અને પોલીસ ટીમે છાપો મારીને ઘટના સ્થળેથી અમિતભાઇ ઠાકોરભાઇ વસાવા રહે.રાજપારડી નવી વસાહત તા.ઝઘડીયા, આશિષભાઇ ગોવિંદભાઇ ઝાલા રહે.ઉમિયાનગર રાજપારડી તા.ઝઘડીયા અને રિતેશભાઇ રાવજીભાઇ પટેલ રહે.સારસા તા.ઝઘડીયા કુલ રુ.૧૬૦૫૦ ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપાયા હતા. હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીમાં કોવિડ ગાઇડલાઇનનો ભંગ કરીને સંક્રમણ ફેલાય એ રીતે ટોળુ વળીને જુગાર રમતા ઝડપાયેલા આ ઇસમો વિરુધ્ધ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ