ગત તારીખ 25/1/2019 ના રોજ ઝધડિયા પંથકના ભગત ફળિયા ગામના સરપંચ જીગ્નેશ વસાવાએ વનવિભાગને દીપડો ફરતો હોવા અંગે જાણ કરી હતી અને જે તે સમયે ઝધડીયા વન વિભાગની ટીમે પાંજરું મૂક્યું હતું. દરમિયાન તારીખ 29 મી જાન્યુઆરીના રોજ સવારે આ પાંજરામાં ખૂંખાર દીપડો કેદ થઇ જતાં ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. આ અંગેની જાણ ઝધડિયા રેન્જના ફોરેસ્ટ ઓફિસર વી.ઝેડ.તડવી અને રાજપારડીના ફોરેસ્ટ ઓફિસર એમ.કે.વસાવાને કરાતા ભગત ફળીયા ગામે મુકેલ પાંજરે પૂરાયેલા દીપડાનો કબજો મેળવી તેને સલામત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
Advertisement