Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના દધેડા ગામે ઘર આંગણે પાર્ક કરેલ બાઇકની ચોરી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દધેડા ગામે રહેતા હસમુખભાઇ મનજીભાઇ વસાવા જીઆઇડીસીમાં નાસ્તાનો ગલ્લો ચલાવે છે. ગત તા.૨૨ મીના રોજ તેમના જમાઈ સંજય વસાવા તેમની બાઇક તેમના ઘરે લઈ ગયેલા અને રાત્રે પરત આવી ઘરના આંગણામાં લોક કર્યા વગર પાર્ક કરી હતી. સંજય વસાવા સવારે નોકરી પર જવાનું હોઇ વહેલો ઉઠ્યો હતો, ત્યારે પાર્ક કરેલ બાઈક તેના સ્થળે હતી નહીં, જેથી તેને એવું લાગ્યું કે તેનો સાળા અશ્વિને તેના કોઈ મિત્રને બાઈક ફેરવવા આપી હશે. અશ્વિનને પૂછતાં તેણે બાઈક કોઈને આપી નથી તેમ જણાવતાં બાઈક ચોરાઇ ગયેલ હોવાનુ માલુમ પડેલ. હસમુખભાઈના ઘરે સીસીટીવી કેમેરા હોઇ તેમાં તપાસતાં જણાયું હતું કે ગત તા.૨૩.૮.૨૧ ની રાત્રીએ કોઇ અજાણ્યા બે ઇસમો તેમના આંગણામાં પાર્ક કરેલ બાઈકની ચોરી કરતા હોવાનુ જણાયુ હતુ. જેથી હસમુખભાઈ મનજીભાઇ વસાવાએ ઝઘડિયા પોલીસ મથકમાં બાઈક ચોરાઈ હોવાની ફરિયાદ લખાવી હતી. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાની હદમાં અવારનવાર નાનામોટા વાહનોની ચોરી થવાની ઘટનાઓ બને છે. તસ્કરોને કેમ મોકળુ મોકળું મેદાન મળે છે એ બાબતે જનતામાં પ્રશ્નાર્થ સર્જાયો છે. ઘણીવાર ચોરીનો ભોગ બનેલને પોલીસ દ્વારા પુરતો સહયોગ નથી મળતો એવી ચર્ચાઓ પણ ઉઠવા પામી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ઈનરવ્હીલ ક્લબ દ્વારા વિશ્વ મહિલા દિવસની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

વહિવટદાર પતિ..? નેત્રંગ તાલુકા પંચાયતમાં પ્રમુખ પત્ની અને કાર્ય પતિ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા.

ProudOfGujarat

ભરૂચ-નેત્રંગના ઝરણાવાડી ગામેથી જુગાર રમતા ઇસમોને પોલીસે ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!