ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામની સ્વૈચ્છીક સંસ્થાને સુંદર કામગીરી કરવા બદલ સન્માનિત કરવામાં આવી હતી. આ અંગે મળતી વિગતો મુજબ તા.૨૩ મી ના રોજ કલેકટર કચેરી ભરૂચના સભાખંડમાં ભારત સરકાર યુવા કાર્યક્રમ ખેલ મંત્રાલય નેહરુ યુવા કેન્દ્ર ભરૂચના ઉપક્રમે જિલ્લા કલેકટર ડો. એમ.ડી. મોડીયા તેમજ જિલ્લા યુવા સંયોજક સુબ્રતો ઘોષના હસ્તે સારસા ગામની વિજયભારતી સંસ્થાને કોરોના મહામારી દરમિયાન ઝઘડિયા તાલુકામાં ગરીબ લોકોની સેવાને લગતા કાર્યોને લગતી કામગીરી કરવા બદલ સન્માનિત કરવામાં આવી હતી.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ રતિલાલભાઈ રોહિતને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છેકે સંસ્થા દ્વારા તાલુકાના વિવિધ ગામોમાં અવારનવાર વિવિધ પ્રજાલક્ષી કાર્યક્રમો તેમજ તાલિમને લગતા કાર્યક્રમો પણ યોજાય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
Advertisement