Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : સારસા ગામે વૃદ્ધા પર વાનરના હુમલા બાદ પાંજરુ ગોઠવાતા એક વાનર ઝડપાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામે ત્રણેક દિવસ પહેલા પટેલ ફળિયામાં રહેતા ૮૫ વર્ષીય વૃધ્ધા ક‍ાંતાબેન પટેલ પર એક મોટા વાનરે હુમલો કરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરતા આ મહિલાને અંકલેશ્વર સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. દરમિયાન ગ્રામજનો દ્વારા આ બાબતે વનવિભાગને જાણ કરવામાં આવતા વનવિભાગ તરફથી સારસા ગામે પટેલ ફળિયા નજીક જ્યાં વાનરોની આવજાવ વધારે પ્રમાણમાં દેખાય છે ત્યાં પાંજરુ ગોઠવવામાં આવ્યુ હતુ.

રાજપારડીના ફોરેસ્ટર મહેશભાઇ તેમજ બીટ ગાર્ડો શૈલેષભાઇ ડામોર અને સુમન્તાબેન વસાવાએ ગ્રામજનોના સહયોગથી ગ‍‍ામમાં વસતા વાનરો પૈકી એક વાનરને ભારે જહેમત બાદ પાંજરે પુરવામાં સફળતા મેળવી હતી. રાજપારડીના ફોરેસ્ટ અધિકારી મહેશભાઇના જણાવ્યા મુજબ આ ઝડપાયેલા વાનરને ખોરાક પાણી મળી રહે તેવા સલામત વન વિસ્તારમાં છોડી મુકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સારસા ગામમાં હજી નોંધપાત્ર સંખ્યામાં વાનરો વસવાટ કરતા હોવાનુ જાણવા મળ્યુ છે. જોકે એક મોટો વાનર વનવિભાગના છટકામાં સપડાતા ગ્રામજનોએ હાલ તો રાહત અનુભવી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ : આદિવાસી યુવા નેતા રાજ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી, BTP ના રાષ્ટ્રીય ઉપ પ્રમુખે પાર્ટીને કરી બાય બાય..!!

ProudOfGujarat

ઝઘડિયા ખાતે એક દિવસીય સમર ઇન્ડક્શન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ક્રિકેટ પર ઓનલાઇન સટ્ટો રમતો વાપીનો વેપારી ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!