Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના સારસા ગામે કપીરાજનો આતંક : વૃધ્ધા પર હુમલો કર્યો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામે મોટી સંખ્યામાં વાનરો વસી રહ્યા છે. ઘણીવાર વાનરો દ્વારા માણસો પર હુમલા પણ કરવામાં આવતા હોય છે. આજે ગામના પટેલ ફળિયામાં રહેતા કાંતાબેન જયંતીભાઇ પટેલ નામના ૮૫ વર્ષીય વૃધ્ધા પર એક મોટા વાનરે હુમલો કરીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરતા આ વૃધ્ધાને અંકલેશ્વર ખાતે સારવાર માટે લઇ જવામાં આવી હતી.

મળતી વિગતો મુજબ આ વૃધ્ધા તેના ઘરના પાછળના વાડામાં ઉભી હતી તે દરમિયાન ગામમાં રહેતા વાનરો પૈકી એક મોટો વાનર ત્યાં આવી ગયો હતો. વાનર ઘરમાં ન ઘુસી જાય તે માટે વૃધ્ધાએ તેને ભગાડવાની કોશિશ કરતા વાનરે ક‍ાંતાબેન પર હુમલો કરી દીધો હતો. વાનરે આ વૃધ્ધ મહિલાના હાથની આંગળી તોડી નાંખી હતી. ઉપરાંત પગનો ઉપરનો તેમજ નીચેનો પગની એડીનો ભાગ ફાડી નાંખ્યો હતો. ગંભીર રીતે ઝખ્મી થયેલ વૃધ્ધા ક‍ાંતાબેનને તાત્કાલિક અંકલેશ્વર સારવાર માટે લઇ જવાયા હતા. આ પહેલા પણ ગામમાં કેટલાક માણસો વાનરના હુમલાનો ભોગ બન્યા હતા. સારસા ગામે વાનર દ્વારા વૃધ્ધ મહિલા પર હુમલો કરાયો હોવાની ઘટના બાદ ગ્રામજનોમાં ચિંતા ફેલાવા પામી છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

નાશિકમાં ડ્રગ ફેક્ટરી પર દરોડામાં 300 કરોડનું મેફેડ્રોન જપ્ત કરાયું

ProudOfGujarat

છોટાઉદેપુર જિલ્લામાં આવેલા સુખી ડેમ ખાતે એન.ડી.આર.એફ દ્વારા મોકડ્રિલ યોજાઇ

ProudOfGujarat

ભરૂચના પોલીસ સ્ટેશનમાં PSO ઉપર હુમલો, ઈજાગ્રસ્ત પોલીસ કર્મી સારવાર હેઠળ ખસેડાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!