ઝધડીયામાં જાણે ચોરોનો આંતક દિવસે દિવસે વધતો જતો હોય તેવુ લાગે છે. થોડાક સમય પહેલા જ ઝધડીયાનાં રાણીપુરા ગામે 8 લાખની ચોરી સામે આવી હતી ને આજરોજ ઝધડીયાની આવેલ મારૂતિ રેસિડેન્સીમાં બે મકાનના તાળાં તુટતાં ઝધડીયા પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો. ઝધડીયા પોલીસનાં નાઈટ પેટ્રોલીંગ પર પણ લોકો દ્વારા સવાલ ઉઠાવ્યા હતા. ઝધડીયાની મારૂતિ રેસિડેન્સીમાં રહેતા મકાન નંબર 32 ખાતે ચંદ્રકાંત દામજીભાઈ વસાવા રહે છે. તે પોતે ઝધડીયા GIDC ખાતે આવેલ UPL કંપનીમાં નોકરી કરે છે.જે ગતરોજ નાઈટ શીપ કરી પોતાના મકાન નંબર 32 પરત ફરતાં તેના મકાનનો દરવાજાનો લોક લોખંડની નકુચા સાથે તોડી નાખેલ હતો. બેડ રૂમમાં મુકેલી તિજોરીનો દરવાજો તુટેલી તેમજ વેરવિખેર પડેલી હાલતમાં તિજોરીનો સામાન પડેલ હતો.
સોનાના દાગીનાના બોક્ષ ખાલીખમ બેડ ઉપર પડેલા હતા.તેમની તિજોરીમાં સોનાનાં દાગીના (1)સોનાનું મંગલસૂત્ર 2.5 તોલાનુ એક 1 (2) સોનાની કાનની 4 જોડી બુટી અને જડ મળી 2 તોલા (3) સોનાની બે ચેઈન 11 તોલાની તથા સોનાની બે વીંટી 1 તોલાની કુલ 7.5 તોલા સોનાના દાગીનાની કુલ કિંમત 3,04,000/- મતાની તસ્કરો દ્વારા હાથફેરો કરી જતા સમગ્ર ઝધડીયા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ મામલે ઝધડીયા પોલીસ સ્ટેશનને જાણ થતાં ઝધડીયા પોલીસનો કાફલો ધટના સ્થળે પહોંચી આ બાબતે ગુનો નોંધી તસ્કરોને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.
ઝધડીયા : મારૂતિ રેસિડેન્સીમાં બે મકાનના તાળાં તુટતાં ઝધડીયા પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો.
Advertisement