Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા જીઆઇડીસીની કંપનીના સૌજન્યથી તલોદરા ગામે મેરેજ હોલ બનાવાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના તલોદરા ગ્રામપંચાયતને મેરેજ હોલની અમૂલ્ય ભેટ ઝઘડીયા જી.આઈ.ડી.સી ખાતે આવેલી કોહલર કંપનીના સૌજન્યથી ઉપલબ્ધ બની છે.

મળતી વિગતો મુજબ કોહલર ઈન્ડિયા કંપની દ્વારા બનાવેલ મેરેજ હોલ કીચન, ૨૪ કલાક વિજળી અને પાણીની સુવિધાઓ તેમજ ટોઈલેટ બાથરૂમની સવલત સાથેનો હોવાથી તલોદરાના ગ્રામજનોને માટે સુંદર સુવિધા ઉપલબ્ધ બની છે. તલોદરા ગ્રામપંચાયતના સરપંચ વિઠ્ઠલભાઈ તેમજ ઉપસરપંચ કલ્પેશભાઈના સહયોગથી તલોદરા ગામને કોહલર ઈન્ડિયાનાં સૌજન્યથી બનેલ મેરેજ હોલ પ્રાપ્ત થતા ગ્રામજનોમાં આનંદ છવાયો હતો. કોહલર કંપની દ્વારા તલોદરાના ગ્રામજનોને માટે લગ્ન તેમજ અન્ય સામાજિક પ્રસંગોમાં ઉપયોગી થાય એવા હોલની સુવિધા ઉપલબ્ધ બનાવાતા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

જામનગર મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવવાનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

વડોદરના કલ્યાણનગર નવી નગરીમાં ગંદકીનું સામ્રાજય.

ProudOfGujarat

સુરતનાં કોસંબા ટાઉનમાં ગેરકાયદેસર રીતે ગેસ સીલિન્ડરોને રીફીલીંગ કરી વેચાણ કરવાનું રેકેટ પકડી પાડયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!