લાંબા સમયથી વરસાદ બંધ હોવાથી વાતાવરણમાં ઉકળાટ અનુભવાતો હતો. ઝઘડીયા તાલુકાના રાજપારડી પંથકમાં આજે સાંજના આકાશમાં વાદળો છવાયા હતા. વાદળછાયા વાતાવરણ વચ્ચે રાજપારડી સારસા તરસાલી ઉમલ્લા પંથકમાં કોઇ સ્થળે ઝરમર વર્ષા તો કોઇ સ્થળે એકાદ કલાક સુધી મેહુલિયો મન મુકીને વરસ્યો હતો. વરસાદના આગમને જનતામાં ખુશી ફેલાઇ હતી. ખેતરોમાં પાકને આ વરસાદથી રાહત મળશે એમ મનાય છે. આ લખાય છે ત્યારે હજી રાજપારડી નજીકના સારસા ગામે વરસાદી માહોલ વચ્ચે હળવો ઝરમર વરસાદ વરસી રહ્યો છે. લાંબા સમયથી વાતાવરણમાં ઉકળાટ જણાતો હતો. વરસાદના આગમનથી વાતાવરણમાંથી ઉકળાટ ઓછો થશે એમ જનતાનું માનવુ છે. હાલ મઘા નક્ષત્ર શરુ થયુ છે. વિગતો મુજબ ઝઘડીયા પંથકમાં આ લખાય છે ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદના થોડાથોડા છાંટા પડી રહ્યા હોવાનું જાણવા મળ્યુ છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી
Advertisement