ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પાણેથા ગામેથી સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ ભરૂચ જિલ્લા એલસીબી એ રૂ.૨૧,૪૦૦ ના ભારતીય બનાવટના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક મહિલાને ઝડપી લીધી હતી.
આ અંગે મળતી વિગતો મુજબ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી જિલ્લામાં દારૂ જુગારની બદી નાબુદ કરવા મળેલ સુચના અંતર્ગત ભરૂચ એલસીબી ની ટીમ ઝઘડીયા તાલુકાના ઉમલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે તે દરમિયાન મળેલ બાતમી મુજબ પાણેથા ગામે છાપો મારતા પાણેથા, તા.ઝઘડીયાની સુનિતાબેન અજયભાઇ વસાવા નામની મહિલા ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરની બોટલો સાથે રૂ.૨૧,૪૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપાઇ હતી. પોલીસે આ ગુનામાં સંડોવાયેલ અન્ય બે આરોપી અજયભાઇ ખોડાભાઇ વસાવા રહે.પાણેથા, તા.ઝઘડીયા અને સંજયભાઇ સોમાભાઇ વસાવા રહે.ઓર સંજાલી, તા.ઝઘડીયાનાને વોન્ટેડ જાહેર કરીને તે બાબતે ઉમલ્લા પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.
ઝઘડીયા તાલુકાના પાણેથા ગામેથી એલસીબી પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડયો.
Advertisement