Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામથી સ્મશાનને જોડતા ડામર રોડનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે દુધેશ્વર મંદિરથી સ્મશાનને જોડતા બે કિલોમીટરના રોડનું ખાતમુહૂર્ત ગતરોજ કરવામાં આવ્યું હતું. રૂપિયા ૧.૧૦ કરોડના ખર્ચે ૨ કિમી ના રસ્તા પર મોટા નાળા સહીતનુ કામ કરવામાં આવનાર છે.

આ પ્રસંગે રાણીપુરા ગામના તાલુકા પંચાયતના સદસ્ય વિશાલભાઈ પટેલ (ભલાભાઇ), સરપંચ જેન્તીભાઇ વસાવા, એપીએમસીના ડિરેક્ટર મનોજભાઇ દેસાઇ, ગામના સિનિયર સીટીઝન મનુભાઈ પટેલ હર્ષદભાઈ પટેલ, પત્રકાર જયશીલભાઇ પટેલ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સ્મશાનને જોડતા આ માર્ગનુ ખાતમુહૂર્ત ગામના સિનિયર મનુભાઈ પટેલેના હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ માર્ગ તૈયાર થવાથી વર્ષોથી રાણીપુરા ગામે પ્રવર્તતી આ રસ્તાની સમસ્યા દુર થશે અને આ રસ્તો બનવાથી ઝઘડિયા મઢી સુધી પહોંચવું સરળ બની રહેશે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં અકસ્માતના બે અલગ અલગ બનાવમાં બે ના મોત,1 ઘાયલ

ProudOfGujarat

રાજપીપળામાં મિરેકલ હવેલીનું NRI બક્ષી પરિવાર દ્વારા લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

જંબુસર ના મગણાદ ગામ નજીક એકટીવા બાઈક સ્લીપ મારતા આછોદ ના 2 ઘવાયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!