Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડી ચાર રસ્તા પરથી મોટરસાયકલ ચોરીનો વોન્ટેડ આરોપી ઝડપાયો.

Share

ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ ઉકેલવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી મળેલ સુચનાના અનુસંધાને રાજપારડી પીએસઆઇ જે.બી.જાદવ પોલીસ ટીમ સાથે આજરોજ પોલીસ સ્ટેશન વિસ્તામાં વહેલી સવારે પેટ્રોલિંગમાં હતા ત્યારે તે દરમિયાન બાતમી મળ્યા મુજબ ૨૦૧૬ ની સાલથી મોટરસાયકલ ચોરીમાં સંડોવાયેલ નાસતો ફરતો આરોપી ચેતનભાઇ જયંતીભાઇ વસાવા રહે.ગામ ડભાલ,તા.ઝઘડીયા, જિ.ભરૂચનો રાજપારડી ચાર રસ્તા ખાતેથી ઝડપાયો હતો.

મળતી વિગતો મુજબ આ આરોપી ૨૦૧૬ ની સાલમાં રાજપારડી પોલીસ મથકે નોંધાયેલ ગુના હેઠળ પોલીસ પકડથી દુર રહીને નાસતો ફરતો હતો. રાજપારડી પોલીસે આ કથિત આરોપીને ઝડપી લઇને કોરોના મહામારી અંતર્ગત તેનો કોવિડ ટેસ્ટ કરાવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વાહન ચોરીના વણઉકેલ્યા ગુના શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી રહી છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચના સક્રિય પત્રકાર સંઘ દ્વારા નંદેલાવ ખાતે વૃક્ષારોપણ કરાયું*

ProudOfGujarat

નર્મદામાં જીવના જોખમે કોરોના મહામારીમાં કામ કરતી ફિમેલ હેલ્થ વર્કરો જ પગારથી વંચિત!

ProudOfGujarat

અભિનેત્રી સિધિકા શર્મા પંકજ બત્રાની ફિલ્મ ‘ફુફ્ફડ જી’ થી પંજાબી ફિલ્મમાં કરશે ડેબ્યુ: ટૂક સમયમા કરવા જઇ રહી છે બોલીવુડમા એન્ટ્રી..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!