ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અવિધા ગામે પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા હતા. રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી જિલ્લામાં દારૂ જુગારના કેસો શોધી કાઢવા મળેલ સુચના અંતર્ગત રાજપારડી પી.એસ.આઇ જે.બી.જાદવ પોલીસ ટીમ સાથે રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તે દરમિયાન બાતમી મળી હતી કે અવિધા ગામે એક ઘરની પાછળ ખુલ્લી જગ્યામાં બેસીને કેટલાક ઇસમો પૈસા વડે પત્તા પાનાનો હારજીતનો જુગાર રમે છે. પોલીસે બાતમી મુજબના સ્થળે છાપો મારતા જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા હતા. પોલીસની રેઇડ દરમિયાન વિનોદભાઇ શનાભાઇ વસાવા, રમેશભાઈ છોટુભાઈ વસાવા, નરેશભાઇ ગણપતભાઇ વસાવા અને સુરેશભાઇ રણછોડભાઈ વસાવા તમામ રહે.ગામ અવિધા, તા.ઝઘડીયા, જિ. ભરૂચના જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે ઘટના સ્થળેથી રોકડા રૂપિયા તેમજ મોબાઇલ મળીને કુલ રૂ.૧૨,૨૩૦ નો મુદ્દામાલ કબ્જે લઇને સોશીયલ ડિસ્ટન્સ રાખ્યા વિના ટોળુ વળીને જુગાર રમતા આ ઇસમો વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ