Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયા મુકામે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. ઝઘડિયા તાલુકા ભાજપ સંગઠનના ઉપક્રમે ઝઘડિયા સુલતાનપુરાની સરસ્વતી વિદ્યામંદિર શાળા ખાતે આયોજિત કાર્યક્રમમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજપિપલા ખાતે બિરસા મુંડા યુનિવર્સિટીનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવ્યું તેનું જીવંત પ્રસારણ અત્રે ઉપસ્થિત કાર્યકરો અધિકારીઓ તેમજ જનતાએ નિહાળ્યુ હતુ. ઉપરાંત વિવિધ યોજનાઓ અંતર્ગત ઝઘડિયા તાલુકાના લાભાર્થીઓને સહાય વિતરણનો કાર્યક્રમ પણ રાખવામા આવ્યો હતો.

અત્રે આયોજિત ક‍ાર્યક્રમમાં સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્રા અમલીકરણ સમિતિના ચેરમેન આઈ. કે. જાડેજા,ભાજપા પ્રદેશ મંત્રી ભરતસિંહ પરમાર, સામાજિક આગેવાન રવજીભાઈ વસાવા, જિલ્લા સંગઠનના મહામંત્રી નીરલભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ રીનાબેન વસાવા, ઉપપ્રમુખ પ્રકાશ દેસાઇ, કાલાભાઇ વસાવા, તાલુકા ભાજપા પ્રમુખ અતુલ પટેલ, મહામંત્રીઓ ભુપેન્દ્રસિંહ રાઠોડ અને કેતવભાઇ સહિત તાલુકાના હોદ્દેદારો, અધિકારીઓ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે આયોજિત કાર્યક્રમનું મહત્વ સમજાવીને આજે રાષ્ટ્ર જ્યારે આદિવાસી દિવસની ઉજવણી કરી રહ્યુ છે ત્યારે આદિવાસી ભાઇ બહેનોને તેમના હક પુરતા પ્રમાણમાં મળે તેમજ દેશની વર્ષો જુની આદિવાસી સંસ્કૃતિનું રક્ષણ થાય તે જોવાની સહુકોઇની ફરજ છે એ વાત પર ભાર મુકવામાં આવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા બદલ આયોજકોએ સહુનો આભાર માન્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

દિલ્હી: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું સાંજે 5.05 કલાકે નિધન-લાંબી બીમારી બાદ 93 વર્ષની ઉંમરે થયું નિધન-2 મહિનાથી દિલ્હી AIIMSમાં દાખલ હતા….

ProudOfGujarat

અંકલેશ્વર હિલ્ટન હોટલના કંપાઉન્ડમાંથી લાખોની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

રાજપારડી વિસ્તારની ક્વોરીઓ માંથી ખનીજ વહન કરતી ટ્રકો ભુસ્તર વિભાગે ઝડપી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!