ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતેની જીઆઇડીસીમાં દોઢ માસ અગાઉ આરતી ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં કોન્ટ્રાક્ટથી કામ કરતા સંજીવકુમાર કપિલદેવ રામ પાસે પ્રકાશ ઉર્ફે સુશીલ સીતારામ દ્વિવેદીએ ધમકી આપી જણાવ્યુ હતુ કે તારે અહીં કામ કરવું હોય તો ટકાવારી પ્રમાણે રૂપિયા આપવા પડશે, તેમ કહીને કોન્ટ્રાક્ટરના લેબરને માર માર્યો હતો. આ બાબતે સંજીવકુમાર કપિલદેવ રામે ઝઘડિયા પોલીસ મથકમાં તે સમયે ફરિયાદ નોંધાવી હતી.
ગત તારીખ ૪.૮.૨૧ ના રોજ સંજીવકુમાર કપિલદેવ રામ તેના મુકામ વડોદરા ખાતે હાજર હતો ત્યારે રાત્રિના એક વાગ્યાના અરસામાં એક અજાણ્યા નંબર પરથી તેના પર ફોન આવેલ અને જણાવેલ કે તમે લોકોએ અગાઉ પોલીસમાં ફરિયાદ કેમ આપેલ હતી ? ત્યારે સંજીવકુમારે આ બાબતે પુછતા સામેવાળાએ જણાવેલ કે દોઢ મહિના પહેલા આરતી કંપનીમાં ખંડણી બાબતે તમે જે પોલીસ ફરિયાદ કરેલ છે તે ! ત્યારે સંજીવકુમારે જણાવેલ કે હમણાં વાત કરવાનો સમય નથી જે કંઈ હોય તે સવારે વાત કરજો, ત્યારે ફોન કરનાર ઈસમે ઉશ્કેરાઇ જઇને મા બેન સમાણી ગાળો ગાળો બોલીને ફોન ઉપર સંજીવ કુમારને જણાવેલ કે તમારું વધારે કામ ઝઘડિયા જીઆઈડીસીમાં તેમજ દહેજ, અંકલેશ્વર, વિલાયતમાં ચાલે છે, જ્યાં તમારા માણસો કામ કરે છે તે લોકોને જાનથી મારી નાંખીશ. અને તું વડોદરા રહે છે ત્યાં તમારી ઓફિસ આવેલ છે ત્યાં અમારા માણસો મોકલી જાનથી મારી નાંખીશું, તેવી ધમકી આપેલ હતી, અને તમોએ પોલીસ ફરિયાદ કરેલ છે તેમાં અમારું કંઈ બગડી ગયેલ નથી કે કંઈ ઉખાડી લીધેલ નથી, તેમ જણાવ્યું હતુ. ફોન કરનાર ઈસમે સંજીવ કુમારને પોતાની ઓળખાણ પ્રકાશ સુશીલ સીતારામ દ્વિવેદી જણાવેલ અને જણાવેલ કે અમારા સામે અગાઉ પોલીસ ફરિયાદ આપેલ હતી તે પાછી ખેંચી લો નહીંતર તમો ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ આરતી કંપની ઉપર આવશો તો મારી પાસે બહુ મોટી ગેંગ છે, તમને ગમે ત્યારે ટપકાવી દઈશ. રાત્રિના ફોન પર ધમકી મળ્યા બાદ સંજીવકુમાર કપિલદેવ રામ તેમની ઓફિસે સવારે ગયા હતા અને ઓફિસમાં ચર્ચા કર્યા બાદ પ્રકાશ સુશીલ સીતારામ દ્વિવેદી રહેવાસી અંકલેશ્વર વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ