ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રઝલવાડા અને ધોલી ગામે વિધવા બહેનોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
મળતી વિગતો મુજબ ગતરોજ ઝઘડીયા તાલુકાના રઝલવાડા તેમજ ધોલી ગામે હાલમાં ચાલતા કોરોના કાળને ધ્યાનમાં લઇને વિધવા બહેનોને મદદરૂપ થવાના ઉદ્દેશથી અનાજ કીટ વિતરણ કરવાનું સ્વૈચ્છિક આયોજન કરવામાં આવ્યુ હતુ. જયેન્દ્રભાઇ દ્વારા સ્વખર્ચે ૯૦ જેટલી રેશન કીટ તૈયાર કરવામાં આવી હતી અને ઝઘડીયા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રીતેશભાઇ વસાવા તેમજ સામાજીક ન્યાય સમિતિના અધ્યક્ષ જયેન્દ્રભાઈ વસાવા તથા ગામ અગ્રણીઓના હસ્તે વિધવા બહેનોને આ કીટોનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. ઉલ્લેખનીય છેકે હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીની અસર લોકોના ધંધા રોજગાર પર પણ પડી છે, ત્યારે લોકોને મદદરૂપ થવા ઘણીવાર વિવિધ દાતાઓ તરફથી આવા કાર્યક્રમો યોજાતા હોય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ